મંગળવારના દિવસે ભૂલીથી પણ ઘરે ના લાવો આ વસ્તુઓ નહીં તો થઇ જશો કંગાળ, હનુમાન દાદા થશે કોપાયમાન, જાણો કઈ કઈ વસ્તુઓ છે

આ 5 વસ્તુઓ ભૂલમાં પણ ના ખરીદતા મંગળવારના દિવસે નહિ તો જીવતા જીવંત જીવતર બની જશે નર્ક, જાણો જ્યોતિષ શું કહે છે ?

આપણા દેશમાં લોકો ભક્તિ ભાવમાં માનતા હોય છે અને ખાસ દિવસે ખાસ ભગવાનની પણ પૂજા અર્ચના કરતા હોય છે. તો કેટલીક માન્યતાઓ અનુસાર આપણે કેટલાક દિવસે કેટલીક વસ્તુ ખરીદવાનું અને કેટલાક કામ કરવાનું પણ ટાળતા હોય છે. કારણ કે ત્યારે ખરીદેલી વસ્તુઓ નુકશાન પણ પહોચાવે છે. ત્યારે આજે તમને મંગળવારના દિવસે કઈ કઈ વસ્તુઓ ના ખરીદવી તેના વિશે જણાવીશું.

1. કાળા રંગના કપડાં:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. તેમજ આ દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે લાલ કે કેસરી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે લાલ કે કેસરી રંગના વસ્ત્રો પહેરવાથી મંગળ દોષમાં ઘટાડો થાય છે. આ દિવસે લોખંડ પણ ન ખરીદવું જોઈએ, લોખંડ ખરીદવું અશુભ માનવામાં આવે છે.

2. કાચનો સામાન:
આ દિવસે કાચના વાસણો કે કાચનો સામાન ન ખરીદવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કાચની કોઈપણ વસ્તુ ખરીદવાથી ધનહાનિ થઈ શકે છે. આ સાથે કાચની વસ્તુઓ પણ ગિફ્ટ ન કરવી જોઈએ. જેના કારણે પૈસાનો વ્યય થવા લાગે છે.

3. જમીનની ખરીદી ના કરવી:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે જમીન ન ખરીદવી જોઈએ. તેમજ આ દિવસે ભૂમિપૂજન પણ ન કરવું જોઈએ. આ દિવસે ભૂમિની પૂજા કરવાથી ઘરમાં દરિદ્રતા અને રોગો આવે છે. આમ કરવાથી ઘરના વડા કે અન્ય કોઈ સભ્ય બીમાર થઈ શકે છે.

4. માંસ મદિરા પણ ના ખરીદવું:
આ દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન વર્જિત માનવામાં આવે છે. આ દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન કરવું અથવા ખરીદવું સારું માનવામાં આવતું નથી. જેના કારણે ધનની ખોટ થાય છે. આ સિવાય લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.

5. શણગારનો સામાન:
મંગળવારે મેકઅપ ખરીદવો અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં, મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે, તેથી આ દિવસે સિંદૂર અથવા કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પૈસા વધુ ખર્ચ થવા લાગે છે.

Dharmik Duniya Team