Jyotish Shastra

દીકરીના ઝાંઝર તમને બનાવી દેશે ખુબ જ ધનવાન, જાણો શું કરવું પડશે  

તો મિત્રો હિન્દૂ ધર્મ હોય કે અન્ય કોઈ પણ ધર્મ હોય દીકરીઓને ખુબ જ અનમોલ માનવામાં આવે છે. દીકરીને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં દીકરીને દેવી લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે અને કહેવમાં આવે છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થયા ત્યારે સાક્ષાત લક્ષ્મીજી આવે છે અને ઘરનું ભાગ્ય બદલી નાખે છે.

દીકરીને એક દિવસ તો વિદાય લઈને સાસરે જવું જ પડે છે અને દરેક જગ્યાએ એવી માન્યતા છે કે દીકરી વિદાય લઈને સાસરે જાય છે તો તે લક્ષ્મીજીનો આશીર્વાદ લઈને જાય છે. દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમની દીકરી જે પણ ઘરમાં જાય ત્યાં ખુશીઓ આવે, પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે.

આજે આમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા ઉપાયો કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થવાની સાથે સાથે લક્ષ્મીજીના આવવાના ઘણા રસ્તા પણ ખુલી જશે અને ઘરમાં સુખ-શાંતિ સ્થપિત થશે. કહેવામાં આવે છે કે દીકરીના લગ્નમાં વિદાય વખતે તેને ચાંદીના ઝાંઝર ભેટ આપવા જોઈએ. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં સવાર-સાંજ ઝાંઝરની અવાજ ગુંજે છે તે ઘરમાં દેવી દેવતાઓનો આશીર્વાદ કાયમ રહે છે. ચાંદીના બનેલા ઝાંઝરથી ઘણા લાભ થાય છે. આ ઝાંઝર ચંદ્રનું પ્રતીક હોય છે. ઝાંઝરમાં લાગેલી ધુધરીના અવાજથી ઘરમાં દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.

લક્ષ્મીજીના આશાર્વાદ મેળવવા શું કરવું?: તેમે દીકરીની વિદાય કરો ત્યારે મા-બાપ દ્વારા આપવામાં આવેલી ચાંદીના એક ઝાંઝર તમારી તિજોરીમાં રાખવી અને બચેલી એ ઝાંઝર દીકરીને આપીને તેને કહેવું કે સાસરામાં પણ તે તેની તિજોરીમાં રાખી દે. આવું કરવાથી બંને ઘરમાં ઘનની આગમન થશે. એટલું જ નથી અટકેલા કામો કે કોઈ જગ્યાએ ફસાયેલું ઘન પણ પાછું આવી જશે.