માં દારૂ વહેંચતી હતી….ઝૂંપડીમાં રહીને અભ્યાસ કર્યો, હવે બની ગયો કલેક્ટર, કેટલી સલામ?

રાજેન્દ્ર ભારુડ જ્યારે પોતાની માંતાના ગર્ભમાં હતા ત્યારે જ તેના પિતાનું નિધન થઇ ગયું હતું. ગરીબી તો એટલી હતી કે પિતાની એક તસ્વીર પણ ક્લિક થઇ શકી ન હતી. જ્યારે રાજેન્દ્ર ભૂખથી રોતો હતો ત્યારે દાદી એક-બે ચમચી દારૂની મોઢામાં આપી દેતી હતી. દારૂ પીનારા જે લોકો આવતા, તે તેમને પૈસા આપતા હતા. બસ તેનાથી જ પુસ્તકો ખરીદીને અભ્યાસ કર્યો અને આજે તે એક કલેકટર છે.

મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના રહેનારા રાજેન્દ્રએ કહ્યું કે,”મારો મોટો ભાઈ અને મોટી બહેન છે. હું જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે જ પિતાનું નિધન થઇ ગયું હતું. લોકોએ માં ને ગર્ભનો નાશ કરવા માટેનું કહ્યું પણ માં એ તેનો ઇન્કાર કરી દીધો. ખુબ ભીષણ ગરીબીમાં મારો જન્મ થયો. માં જ્યારે દારૂ વહેંચતી હતી ત્યારે મારી ઉંમર બે થી ત્રણ વર્ષની હતી. મારા રડવાને લીધે માતાને ખુબ ખલેલ પહોંચતી હતી માટે દાદી મારા મોઢામાં દારૂ ની એક-બે ચમચી નાખીને મને ચુપ કરાવી દેતી હતી”.

બાળપણમાં એવું ઘણીવાર થયું કે દૂધની જગ્યાએ એક બે ચમચી દારૂની મને પીવડાવવામાં આવતી હતી. એવામાં મને આદત પડી ગઈ અને ઘણીવાર ભૂખ્યો હોવા છતાં પણ હું સુઈ જતો હતો. શરદી-ઉધરસમાં પણ દવાની જગ્યાએ દારૂ જ પીવડાવવામાં આવતો હતો”.

તે આગળ કહે છે કે,”જ્યારે થોડો મોટો થયો તો દારૂ પીવા આવનારા લોકો કોઈને કામ કામ કરવાનું કહેતા હતા, નાસ્તો મંગાવતા હતા. પણ તેના બદલામાં તેઓ મને પૈસા આપતા હતા. આ જ પૈસાને જમા કરીને મેં પુસ્તકો ખરીદ્યાં અને અભ્યાસ કર્યો. 10 માં ધોરણમાં 95% આવ્યા અને 12 માં ધોરણમાં 90%. મેડિકલ પ્રવેશ પરીક્ષાના આધારે મુંબઈની શેઠ જીએસ મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું”.

“કોલેજમાં હું એક બેસ્ટ વિદ્યાર્થી હતો. આ દરમિયાન મને બાળપણની તે વાત યાદ આવતી હતી જેમાં એક વ્યક્તિએ મારી માં ને કહ્યું હતું કે આ છોકરો મોટો થઈને દારૂ જ વહેંચશે. પણ માં એ કહ્યું હતું કે હું તેને ડોક્ટર-કલેકટર બનાવીશ. હું તે લક્ષ્યને લઈને જ આગળ વધતો ગયો અને સિવિલ સર્વિસની તૈયારી કરવા લાગ્યો.

રાજેન્દ્રએ આગળ કહ્યું કે,”યુપીએસસીમાં સિલેક્શન થયા પછી હું કલેકટર બની ગયો. જ્યારે ગામના લોકો, ઓફિસર અને નેતાઓ શુભકામના આપવા માટે પહોંચ્યા ત્યારે માં ને ખબર પડી કે તેનો દીકરો કલેકટર બની ગયો છે. માં ખુશીમાં માત્ર રડતી જ રહી. હું આજે જે કંઈપણ છું, માં ના વિશ્વાસને લીધે જ છું”.

Duniya Dharmik