આ રાશિ પર એક મહિના સુધી દેખાશે 2022ના અંતિમ ગ્રહણની અસર, જાણો તમારી રાશિ તો નથી ને…

વર્ષ 2022નું છેલ્લું ગ્રહણ 8 નવેમ્બર મંગળવારના રોજ થયું હતું. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ ઘણી રાશિના લોકો માટે શુભ હોઈ શકે છે. જેના કારણે કેટલાક લોકોને ઘણા ફાયદા મળી શકે છે. ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. ગ્રહણની કેટલીક રાશિઓ પર શુભ અસર અને કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે.

જ્યોતિષના મતે ગ્રહણની અસર એક મહિના સુધી રહે છે. વર્ષનું છેલ્લું ગ્રહણ કુંભ રાશિના લોકોના જીવનમાં પ્રગતિ લાવશે. શનિ ગ્રહની માલિકીની રાશિ કુંભ રાશિના લોકોને ગ્રહણની અસરથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. ગ્રહણની અસરને કારણે કુંભ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારીઓને ફાયદો થશે.

નાણાકીય બાબતોમાં તમને લાભ મળશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા શરૂ થઈ ગયું છે. ભારતમાં સાંજે 5.20 વાગ્યાની આસપાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતુ. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ પણ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતુ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણની અસર શનિદેવની પ્રિય રાશિ પર સારી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે, ચંદ્રગ્રહણના દિવસે રાશિ પ્રમાણે દાન કરવું ઘણું ફળદાયી છે.

ગ્રહણ સમાપ્ત થયા પછી ગંગા સ્નાન કરવું જોઈએ, જો તમે ગંગામાં સ્નાન કરી શકતા નથી, તો તમારે પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તે પછી તમારે તમારા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ ગુરુવાર 20 એપ્રિલ 2023ના રોજ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી, તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં થશે. 2023નું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ સવારે 07.04 થી બપોરે 12.29 સુધી થશે.

Team Dharmik