પૈસાની અછતથી પરેશાન છો? તો કોઈને પણ કહ્યા વગર ખરીદી લો આ 6 વસ્તુઓ, મળશે માતા લક્ષ્મીની કૃપા

ચુપચાપ જો ખરીદી લેશો આ 6 વસ્તુઓ, તો ક્યારેય નહીં થાય પૈસાની અછત

આજે મોટાભાગના લોકોની સૌથી પહેલી જરુરીયાત પૈસા બની ગયા છે. જીવનમાં આપણે ઘણી મહેનત અને ઘણા પરિશ્રમ કરતા હોવા છતાં પણ ધાર્યું પરિણામ નથી મેળવી શકતા, જરૂરિયાતો પુરી કરવામાં હંમેશા પૈસાની અછત રહેતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો દિવાળીના પાવન તહેવાર ઉપર આવતા ધન તેરસના તહેવારના દિવસે જો કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસતી હોય છે. ચાલો જાણીએ ધન તેરસે કઈ વસ્તુ ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.

1. ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિ: દિવાળી ઉપર મોટાભાગે આપણે ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે ધન તેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ જો તમે ધનતેરસના દિવસે જ ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદો છો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

2. આખા ધાણા: ધન તેરસના દિવસે આખા ધાણા ખરીદવા પણ ખુબ જ શુભ માનવામાંઆ આવે છે, તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. સારા મુહૂર્તમાં લક્ષ્મીજીનું પૂજન ધાણાથી કરીને ઘરના વાસણોમાં છંટકાવ કરવાથી પૈસાની અછત રહેતી નથી.

3. જવેલરીની ખરીદી: ધનતેરસના દિવસે સોના અને ચાંદીથી બનેલી કોઈ વસ્તુની ખરીદી કરવી પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. જેનાથી પરિવારમાં શાંતિ રહે છે. અને ક્યારેય ધનની અછત પણ નથી થતી.

4. સાવરણી ખરીદવી: ધન તેરસના દિવસે ખાસ એક સાવરણી ખરીદવી અને દિવાળીના દિવસે આ સાવરણી દ્વારા ઘરની સફાઈ કરવી, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે ખરીદેલી એ સાવરણીને દિવાળીના દિવસ સુધી બહારના કોઈ વ્યક્તિ જોઈ ના શકે એ રીતે રાખવી. જેનાથી ઘણો જ લાભ થશે.

5. શંખની ખરીદી: શંખ ભગવાન વિષ્ણુને ખુબ જ પસંદ છે. માટે ધન તેરસના દિવસે શંખ ખરીદી તેની પૂજા કરવાથી ઘણા જ લાભ થાય છે.

6. મીઠું: ધનતેરસના દિવસે મીઠાની પણ ખરીદી કરો. અને આ મીઠાનો ઉપયોગ દિવાળીના દિવસથી જ શરૂ કરવો જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે.

Dharmik Duniya Team