દેવગુરુ બૃહસ્પતિએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, શરૂ થઇ ગયો આ ત્રણ રાશિઓનો શુભ સમય, મળશે સુખશાંતિ અને થશે અપાર ધનવર્ષા

જ્યોતિષકારોના આધારે અવાર નવાર ગ્રહો નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે જેની સીધી જ અસર દરેક રાશિઓ પર પડે છે. આ અસર શુભ કે અશુભ એમ બંને પ્રકારની હોઈ શકે છે. દરેક ગ્રહ એક નિશ્ચિત અવધિમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેની અસર લોકોના જીવન પર પડે છે.હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્રના આધારે જીવનને લગતી અનેક બાબતોની જાણકારી મેળવી શકાય છે. ગરુને બુદ્ધિ તેમજ સુખ સુવિધાઓનો કારક માનવામાં આવે છે, એવામાં દેવગુરુએ 12 એપ્રિલના રોજ તેમની પ્રિય રાશિ મીનમાં ગોચર કર્યું છે, જેની અસર દરેક રાશિઓ પર પડશે પણ ત્રણ ભાગ્યશાળી રાશિઓ એવી છે જેના માટે આ અસર શુભ ફળ લઈને આવશે. હવે પછી ગુરુ ગ્રહ વર્ષ 2023માં રાશિ પરિવર્તન કરશે. આવો તો જાણીએ કે કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ અને તેના પર આ ગોચરની કેવી અસર પડશે.

1. મિથુન: ગ્રુરુ ગ્રહે મિથુન રાશિના દશમ ભાવમાં ગોચર કર્યું છે જેને વ્યાપાર, નોકરી, કાર્યક્ષેત્રનો ભાવ કહેવામાં આવે છે.માટે મિથુન રાશિના લોકોને નવી નોકરીની ઓફર આવી શકે તેમ છે. કારોબારમાં અઢળક નફો થાવાના યોગ બની રહ્યા છે.નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે.અમુકે લોકોને મોટું પદ પણ મળી શકે તેમ છે. માર્કેટિંગ કે મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખુબ જ બેસ્ટ રહેવાનો છે.તમારા માટે દેવગુરુ બૃહસ્પતિનું ગોચર ખુબ જ શુભ રહેવાનું છે.

2.કર્ક: ગુરુ ગ્રહનું ગોચર તમારી રાશિના નવમ ભાવમાં થયેલું છે, જેને ભાગ્ય અને વિદેશ યાત્રાનો ભાવ કહેવામાં આવે છે.માટે આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ સહકાર મળશે. ગુરુ ગોચરના પ્રભાવથી કર્ક રાશિ વાળાને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તમારા શત્રુઓ સામે વિજય મળવાના યોગ બની રહ્યા છે.વ્યાપારને લઈને જે લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા, તે પૂર્ણ થશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધાર આવશે.કોઈપણ જગ્યાએ પૈસાનું રોકાણ કરતા પહેલા વડીલોની સલાહ ચોક્કસ લો.

3. વૃષભ: ગુરુ ગ્રહનું ગોચર તમારી રાશિના 11માં ભાવમાં છે.જેને આવક અને લાભનું સ્થાન કહેવામાં આવે છે. જેને લીધે તમારી આવકમાં ખુબ વૃદ્ધિ થશે અને આવકના નવા સાધનો પણ વિકસી શકે છે. એવામાં વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઇ ચુકી છે.અત્યાર સુધીની તમામ સસમ્યાઓનું નિવારણ થશે.પ્રેમ જીવન, લગ્ન જીવન, વિદ્યાર્થી જીવન વગેરે માટે આ સમય ખુબ જ સારો રહેવાનો છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીનું પણ અંત આવશે અને સ્વાસ્થ્યમાં પણ સુધાર આવશે.લગ્નની રાહ જોઈ રહેલા યુવાઓ માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે તેમ છે.પરિવારમાં શાંતિ બનેલી રહેશે અને મિત્રો સાથે યાત્રાએ જવાના પણ યોગ બની રહ્યા છે.

Team Dharmik