શું તમે પણ પગમાં ફેશન માટે પહેરો છો કાળો દોરો?તો થઇ જાવ સાવધાન અને રાખો આ ખાસ વાતનું ધ્યાન

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાથમાં કે પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી બચી શકાય છે એને સાથે જ જીવનમાં ઘણા ચમત્કારિક ફાયદાઓ પણ થાય છે. જ્યોતિષશાસ્ત્રની સાથે સાથે હિન્દૂ ધર્મમાં પણ કાળા દોરાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.જો કે ઘણા લોકો કાળો દોરો ફેશન માટે પણ બાંધે છે પણ જણાવી દઈએ કે કાળો દોરો બાંધતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની  જરૂર રહે છે.આવો તો જાણીએ કાળા દોરા સાથે જોડાયેલી માન્યતાઓ વિશે.

1. આર્થિક લાભ: કાળો દોરો પગ કે હાથમાં બાંધવાથી આર્થિક લાભ થાય છે અને તેના પ્રભાવથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે. ધ્યાન રાખો કે કાળો દોરો મંગળવારના દિવસે બાંધવો શુભ માનવાના આવે છે માટે જ કાળા દોરાથી ઘરમાં આર્થિક લાભ થશે.

2. સ્વસ્થ શરીર માટે કાળો દોરો: જ્યોતિષશાસ્ત્રના આધારે કાળો દોરો બાંધવાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે.જે લોકોને વારંવાર પેટમાં દુખવાની સમસ્યા રહે છે તેમને પગના અંગુઠામાં કાળો દોરો બાંધવો જોઈએ જેનાથી આ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે. જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેમને પણ કાળો દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે. નાના બાળકોને પણ ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે.આ સિવાય ખરાબ નજરથી બચવા માટે કાળા દોરામાં લીંબુ અને મરચા લગાવી ઘર કે દુકાનોની બહાર લગાડવાથી ખરાબ નજર દૂર રહે છે, અને સાથે જ આવકમાં પણ વધારો થાય છે.

3. શનિદોષથી મળશે મુક્તિ: જ્યોતિષવિદ્યાના આધારે શનિ કાળા રંગના કારક માનવામાં આવે છે. એવામાં આ દિવસે કાળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે તેવી જ રીતે કાળો દોરો બાંધવાથી કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે. તેનાથી શનિદોષથી મુક્તિ મળે છે. માનવામાં આવે છે કે કાળો દોરો ખરાબ નજરથી બચાવવાનું કામ કરે છે, માટે તેને પગ કે હાથમાં બાંધવામાં આવે છે અને ગળામાં પણ પહેરવામાં આવે છે.

 

જો કે કાળો દોરો બાંધતી વખતે અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો. જ્યોતિષોના આધારે શનિવારના દિવસે કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે.દોરાને કોઈ જ્યોતિષથી અભિમંત્રિત કર્યા બાદ જ તેને ધારણ કરો.અભિમંત્રિત કર્યા પછી કાળા દોરામાં નવ ગાંઠ બાંધો અને તેના પછી જ તેને ધારણ કરો, ધારણ કરતી વખતે શનિદેવના મંત્રનો 21 વાર જાપ ચોક્કસ કરો.

 

Team Dharmik