આ એક ઉપાયમાં છે દરેક સમસ્યાઓનું નિવારણ

જ્યોતિષ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાઓનું સમાધાન જણાવવામાં આવ્યું છે. તેમાનો જ એક ઉપાય છે કાળો દોરો. તમે ઘણા લોકોને હાથમાં કે પગમાં કાળો દોરો પહેરતા જોયા હશે. ઘણા લોકો ગળામાં પણ કાળો દોરો પહેરતા હોય છે. કાળો દોરો શનિ ગ્રહ સાથે સંબંધિત હોય છે માટે તેનાથી ઘણા દોષ દૂર થઇ શકે છે. આવો તો તમને જણાવીએ કે કાળો દોરો પહેરવાથી ક્યાં ક્યાં લાભ થાય છે.

1. ખરાબ નજર:
મોટાભાગે લોકો ખરાબ શક્તિઓથી બચવા માટે કાળો દોરો પહેરતા હોય છે. પહેલાના સમયથી લોકો પોતાના બાળકોને પણ ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો બાંધતા આવ્યા છે. કાળો દોરો બાંધવાથી ખરાબ શક્તિઓ આપણાથી દૂર રહે છે.

2. પેટને લગતી સમસ્યાઓથી બચવા માટે:
જો કોઈ વ્યક્તિને અવાર-નવાર પેટને લગતી સમસ્યાઓ છે જેમ કે પેટનો દુખાવો, બળતરા, ગેસ, એસિડિટી તો તેવા લોકોએ પગના અંગુઠામાં કાળો દોરો બાંધવો જોઈએ. જેનાથી પેટની સમસ્યાઓમાંથી રાહત મળે છે.

3. શનિનો પ્રકોપ દૂર કરવા માટે:
કાળો રંગ ભગવાન શનિનો રંગ માનવામાં આવે છે. એવામાં કાળો દોરો બાંધવાથી શનિની કુદ્રષ્ટિ તમારા પર નથી પડતી અને કુંડળીમાં રહેલો શનિદોષ પણ દૂર થઇ જાય છે.

4. રોગપ્રતિકારક શક્તિ વધારે છે:
જ્યોતિષકારોના આધારે કાળા દોરાનો ઉપાય રોગપ્રતિકારક શક્તિ માટે પણ કારગર છે. રોગ પત્રિકારક શક્તિ વધારવા માટે શનિવારના દિવસે કાળા દોરા પર હનુમાનજીના પગનું સિંદૂર લગાવીને ગળામાં પહેરવો જોઈએ જેનાથી વ્યક્તિને રોગો સામે લડવાની તાકાત મળે છે.

5. નકારાત્મક શક્તિઓ દૂર કરવા:
કાળો દોરો ઘરના દરવાજે બાંધવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરતી. કાળા દોરાની સાથે લીંબુ ઘરના મુખ્ય દરવાજા પર બાંધવામાં આવે તો ઘર હંમેશા સકારત્મક્તાથી ભરપૂર રહે છે.

6. આર્થિક સ્થિતિ સુધારવા માટે:
આર્થિક સમસ્યાના નિવારણ માટે મંગળવારના દિવસે કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે, ધનને લગતી સમસ્યાઓથી બચવા માટે મંગળવારે ડાબા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ જેનાથી આર્થિક સંકટ હંમેશા માટે દૂર થઈ જશે.

Team Dharmik