દુર્ભાગ્ય દૂર કરે છે કાળા તલનું દાન અને ઘરમાં થશે આ મોટા મોટા ચમત્કાર

કાળા તલનાં ૫ સરળ ઉપાયો કરો અને આર્થિક તંગીથી મુક્તિ મેળવો

જ્યોતિષ એવક એવું શાસ્ત્ર છે જેમાં વ્યક્તિના જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનું નિવારણ અને સરળ ઉપાયો પણ બતાવવામાં આવેલા છે. તમારા જ ઘરમાં રહેલી નાની-નાની વસ્તુઓનો સરળ ઉપાય કરવાથી મોટામાં મોટી સમસ્યાઓનો પણ ઉકેલ મળી શકે છે. તેમાંની જ એક વસ્તુ છે ‘કાળા તલ’. ત્રંત્ર શાસ્ત્રમાં કાળા તલને દુર્ભાગ્ય દૂર કરવા માટેનું સૌથી મોટું સાધન માનવામાં આવ્યું છે. આવો તો જાણીએ કે કાળા તલની મદદથી જીવનની સમસ્યાઓને કેવી રીતે દૂર કરવી.

1. નાના-નાના કામ આવતી બાધાઓ દૂર કરવા માટે: ઘણા લોકોને નાના નાના કામમાં અડચણ આવતી હોય છે અને સહેલાઈથી કામ પૂર્ણ નથી થતું જેનાથી વ્યક્તિને માસનિક ચિંતા રહે છે. આ સમસ્યાના નિવારણ માટે એક લોટામાં શુદ્ધ પાણી ભરીને તેમાં કાળા તલ નાખી દો અને આ જળને શિવલિંગ પર ચઢાવો અને સાથે સાથે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરતા રહો. આ ઉપાયથી જલ્દી જ તમારા કામમાં આવતી અડચણો દૂર થવા લાગશે.

2. રાહુ-કેતુની અડચણ: જે વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુની અડચણ હોય તેઓને ખુબ સમસ્યાઓ આવે છે. રાહુ-કેતુની શાંતિ માટે કાળા તલનું દાન કરવું જોઈએ. કાલસર્પ યોગ, સાઢેસાતી, ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં આ ઉપાય કરી શકાય છે.

3. આર્થિક સમસ્યાના નિવારણ માટે: આર્થિક સમસ્યા દૂર કરવા માટે કાળા તલનો ઉપાય રામબાણ ઈલાજ માનવામાં આવ્યો છે. જેના માટે દરેક શનિવાર કાળા તલ અને કાળા અડદને કાળા કપડામાં બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દો. આ ઉપાયથી ધનને લગતી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.

4. બીમારી દૂર કરવા માટે: જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો રોજ શિવલિંગ પર કાળા તલ ચઢાવવા જોઈએ. એવું કરવાથી શરીરના તમામ રોગ નષ્ટ થઇ જાય છે.

5. બાળકોને ખરાબ નજરથી દૂર કરવા માટે: કાળા તલના ઉપાયથી બાળકને લાગેલી નજર દૂર કરી શકાય છે. જેના માટે એક લીંબુને વચ્ચેથી કાપો અને તેના ઉપર તલ લગાવો અને લીંબુને કાળા દોરાથી બાંધી દો, જેના પછી લીબું બાળકને ઉપરથી નીચે સુધી ઉતારો અને લીંબુ કોઈ દૂર જગ્યાએ ફેંકી દો.

6. શનિની દશા દૂર કરવા: શનિની ખરાબ દશા કે સાઢેસાતી દૂર કરવા માટે શનિવારે કોઈ પવિત્ર નદી પર જઈને કાળા તલને પ્રવાહિત કરી દો. આવું કરવાથી શનિ દેવના દોષોથી શાંતિ મળે છે.

Team Dharmik