બુધવારના રોજ કરુ આટલુ કાર્ય તમારા સંકટો થશે દૂર અને અરમાનો પણ થશે પૂરા

તમારા જીવનમાં ઘેરાઈ ગયા છે દુ:ખના વાદળ? બુધવારના રોજ આ દિવ્ય મંત્રનુ મંત્રોચાર પછી જુઓ ચમત્કાર

હિંદુ ધર્મ અનુસાર સપ્તાહનો એક-એક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે. જે અનુસાર પૂજા-અર્ચના કરવી ઉત્તમ માનવામાં આવે છે. બુધવાર ભગવાન ગણેશજીનો દિવસ કહેવામા આવે છે. આ દિવસે પૂજા-અર્ચના કરવી શુભ અને લાભદાયી માનવામાં આવે છે. તો તમને જણાવીએ કે આ દિવસે પૂજા-અર્ચના કરવાથી અને કેટલાક મંત્રોના ઉચ્ચાર કરવાથી તમારા અધૂરા અરમાન પૂર્ણ થાય છે.

ઘણી માનતાઓ મુજબ કોઇ પણ શુભ કામ કરતા પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર, ઈચ્છા પૂર્ણ થાય તે માટે બુધવારે ગણેશજીની મૂર્તિ કે તેમની તસવીર આગળ ઘીનો દીવો કરી 1 હજાર વાર જાપ કરો. જો 1 હજાર વાર સંભવ ન હોય તો 108 વાર જાપ કરો. તમારા કાર્ય અનુસાર અલગ અલગ મંત્રના જાપ કરો. જેમ કે, તમારે કોઇ કોર્ટ કચેરીમાં વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં તમે વિજય મેળવવા ઇચ્છો તો “ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वेगुरवे लम्बोदराय ह्री गं नम:” તમે જલ્દી જ કોઇ મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો તે સમયે આ મંત્ર “ॐ अंतरिक्षाय स्वाहा”નો મંત્રોચ્ચાર કરો.

જો તમારો કોઈ અગત્યના પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય અને તેમા તમે સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો આ મંત્ર “ॐ वर वरदाय विजय गणपतये नम:”નો મંત્રોચ્ચાર કરો. જો તમે તમારા પરિવારની ગરીબી દૂર કરવા ઇચ્છતા હોવ તો બુધવારના દિવસે “ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्” અથવા તો “||ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट||”નો મંત્રોચ્ચાર કરી શકો છો. જો તમે કોઇ વ્યાપાર સંબંધિત બાધાઓથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ||ॐ गणेश महालक्ष्म्यै नम:||” મંત્રનો જાપ કરો.

Team Dharmik