માત્ર ઘરની આ દિશામાં છોડ લગાવવાથી ગરીબી થઇ જશે હંમેશાને માટે દૂર, જાણો છોડ લગાવવા માટેની યોગ્ય દિશા

હિન્દી ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.ઘર બનાવતી વખતે જે રીતે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે છે તેવી જ રીતે વાસ્તુના હિસાબે ઘરમાં છોડ લગવવવા પણ ખુબ જરૂરી છે. માનવામાં આવે છે કે વાસ્તુના આધારે દિશાને ધ્યાનમાં રાખીને છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનલાભ પણ થાય છે. ઘરમાં છોડ લગાવવાથી વાતાવરણ ખુબ ફ્રેશ રહે છે અને સાથે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનું પણ વહન થાય છે. માટે છોડની પસંદગી અને દિશાને ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે.જો તમે પણ ઘરમાં છોડ લગાવવાના શોખીન છો તો ધ્યાનમાં રાખો કે છોડને નિશ્ચિત દિશામાં જ રાખવા જોઈએ. આવો તો જાણીએ કઈ દિશામાં ક્યાં છોડ લગાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને એવા છોડ જે ખુબ જ પૂજનીય માનવામાં આવે છે.

1.તુલસીનો છોડ: તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એવામાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી શુભ ફળ આપે છે. પૂજા પાઠમાં પણ તુલસીના છોડનો ઉપીયોગ કરવામાં આવે છે. તુલસીના છોડ માટે ઉત્તર કે પછી ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થાય છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. ધ્યાન રાખો કે ભૂલથી પણ દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય પણ ન રાખો. આવું કરવાથી આર્થિક અને શારીરિક એમ બંને રીતે નુકસાન થઇ શકે છે. વાસ્તુના આધારે ઉત્તર-પૂર્વ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે માટે ઘરની આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ લાવવા માટે તુલસીના છોડને ઉત્તર-પૂર્વ દિશામાં જ લગાવવો જોઈએ.

2. કેળનું વૃક્ષ: કેળના છોડનો સીધો જ સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે, જેની પુજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. આ સિવાય તે કુંડળીમાં ગુરુ ગ્રહને પણ મજબૂત બનાવે છે. ગુરુ ગ્રહ ભાગ્ય, વૈવાહિક જીવનનો કારક છે. કેળનું વૃક્ષ ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને સાથે જ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

3. પારિજાત: પારિજાતને હરસિંગાર પણ કહેવામાં આવે છે. સમુદ્ર મંથન વખતે 11માં નંબર પર જે રત્ન પ્રાપ્ત થયું એ પારિજાત વૃક્ષ છે. માનવામાં આવે છે કે તેને માત્ર સ્પર્શ કરવાથી શરીરની થકાન અને કમજોરી દૂર થઇ જાય છે.આ સિવાય શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને દેવ દોષ શાંત થઈને ઘરના સદસ્યોનું કલ્યાણ કરે છે. પારિજાતને ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

4. મની પ્લાન્ટ: મની પ્લાન્ટને આર્થિક રીતે ખુબ ખાસ માનવામાં આવે છે.ઘરમાં મની પ્લાન્ટ લગાવવું અત્યંત શુભ છે અને તે ઘરની આર્થિક સ્થિતિ પણ સુધારે છે. વાસ્તુશાસ્ત્રના આધારે દક્ષિણ-પૂર્વ દિશાને અગ્નિ કોણ માનવામાં આવે છે, આ દિશા મની પ્લાન્ટ લગાવવા માટે સૌથી ઉચિત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશ પૂર્વ દિશાનો સ્વામી છે માટે આ દિશા ધનલાભ માટે ખુબ જ શુભ છે. આ દિશામાં મનીપ્લાન્ટ લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે.

5. બીલી પત્ર: ભગવાન શિવના પ્રિય એવા બીલીના છોડને ઘરમાં લગાવવો ખુબ શુભ માનવામાં આવે છે. શિવપુરનામા ઘરમાં બીલીનું વૃક્ષ લગાવવાના ફાયદોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કહેવામાં આવે છે કે જે જગ્યા પર બીલીનું વૃક્ષ લગાવવામાં આવે તે જગ્યા પણ પવિત્ર થઇ જાય છે. બીલીનો છોડ ઉત્તર કે પછી ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. પૂર્વ દિશામાં પણ બીલીપત્ર લગાવવું વાસ્તુના હિસાબે શુભ માનવામાં આવ્યું છે.

Team Dharmik