ધ્યાન રાખો કે શનિવારે ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહિ તો થઇ શકે છે…

શનિવારે ભૂલથી પણ ના ખાઓ આ 5 વસ્તુઓ, નહિ તો થઇ શકે છે ખૂબ જ પરેશાની

શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શનિને સરસોં તેલ ચઢાવવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ આ દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. નહિ તો શનિ દેવનો પ્રકોપ સહન કરવો પડી શકે છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કારણ કે, શનિ પ્રકૃતિમાં સંતુલન પેદા કરે છે. શનિદેવ સારા કર્મ કરનારને સારા ફળ અને ખરાબ કર્મ કરનારને ખરાબ ફળ આપે છે. એટલા જ માટે તેઓને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.

શનિ ગ્રહ નવ ગ્રહોમાંનો એક છે. શનિવારના દિવસને શનિ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. પરંતુ શનિ ગ્રહને ક્રૂર ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે, લોકો શનિદેવનું નામ સાંભળીને ડરી જાય છે. તો જાણી લો કે, શનિવારના દિવસે કઇ વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ.

1.દૂધ-દહીં સફેદ રંગ હોવાને કારણે દૂધનો સંબંધ શુક્ર ગ્રહ સાથે થાય છે અને શુક્ર અને શનિની પ્રકૃતિ એકબીજાથી વિરોધી છે. તે જ કારણે શનિવારે દૂધ પીવાથી બચવું જોઇએ. જો કે, તમે દૂધ પીવા ઇચ્છો તો સાદુ દૂધ પીવાની જગ્યાએ તમે તેમાં કેસર, ગોળ કે હળદર મળાવીને પી શકો છો. દૂધ ઉપરાંત દહીંનો પણ સીધો સંબંધ શુક્ર છે. તે જ કારણે શનિવારે સાદુ દહીં ખાવાની જગ્યાએ તેમાં ફુદીનો, કોથમીર, ગોળ કે કેસર નાખીને ખાઇ શકો છો.

2.લાલ મરચું શનિવારના દિવસે લાલ મરચું પણ ખાવું ના જોઇએ. કારણ કે, તેને મંગળ અને સૂર્યનું પ્રતિક માનવામાં આવે છે. બંને ગ્રહ શનિ વિરોધી છે. તે જ કારણે શનિવારે તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

3. મસૂરની દાળ જયોતિષ શાસ્ત્ર અનુસાર, શનિવારે મસૂર દાળ પણ ન ખાવી જોઇએ. તેનું કારણ છે કે, મસૂરની દાળ લાલ રંગની હોય છે. અને લાલ મરચાની જેમ લાલ મસૂરની દાળનો પણ મંગળ ગ્રહથી સંબંધ હોય છે. મંગળ અને શનિ ગ્રહ બંનેનો સ્વભાવ ક્રોધી છે.

4.અથાણુ શનિવારના દિવસે કેરીનું અથાણું ના ખાવું જોઇએ. જો કે, કાચી કેરી ખાટી હોય છે અને શનિદેવના દિવસે એટલે કે શનિવારે તે ના ખાવું જોઇએ.

5.માંસ – મદિરા શનિવારનો દિવસ શનિદેવનો હોય છે. લોકો તેમની પૂજા અને વ્રત કરે છે. એવામાં શનિવારે ભૂલથી પણ માંસ-મચ્છીનું સેવન ન કરવું જોઇએ. આ ઉપરાંત શનિવારે શરાબનું પણ સેવન કરવું જોઇએ નહિ.

Team Dharmik