ખુબ પૈસા કમાવવા છતાં પણ ખિસ્સામાં કઈ નથી બચતું, તો અપનાવો આ ઉપાય તો બચશે પૈસા જ પૈસા

જો કે લોકો તનતોડ મહેનત કરીને કમાણી કરે છે અને ભવિષ્ય માટે બચત કરે છે તેના છતાં પણ લોકો જરૂરિયાતની વસ્તુઓ મેળવી શકતા નથી, તેનું ખાસ કારણ કુંડળીના અમુક દોષ પણમાનવામાં આવે છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે તમને અમુક એવા ઉપાયો જણાવીશું જેનાથી તમે પણ ખુબ પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો.આવો તો જાણીએ આ પાંચ ઉપાયો વિશે જેનાથી તમારા ખિસ્સામાં પણ પૈસાની બચત થશે.

1. તેના માટે તમે કોઈપણ જ્યોતિષકારની સલાહ લઈને પોતાના ગ્રહની દશાના આધાર પર પન્ના કે પુખરાજ બંન્નેમાંથી કોઇપણ એક રત્ન ધારણ કરી શકો છો.

2. તમારા ઘરના રસોડાની નિયમિત સાફ સફાઈ રાખો. સવારનું ભોજન બનાવતા પહેલા સૌથી પહેલા કચરો વાળવો જોઈએ, જેનાથી ભોજનના માધ્યમથી શરીરમાં આવતી નકારાત્મક્તા રોકાઈ જશે.

3. એવી તિજોરી કે જેનું મુખ ઉત્તર દિશા તરફ ખુલતું હોય તેમાં તમારા પૈસા કે ઘરેણા રાખો. જો તિજોરીનું મુખ બદલી શકાય તેમ હોય તો તેને બદલીને ઉત્તર દિશા તરફ કરી શકો છો.

4. પીળા કપડામાં હળદરના ટુકડાને બાંધીને રસોડામાં રાખવાથી પણ સુખ સમૃદ્ધિ આવે છે અને હંમેશા માટે તમારા ઘરમાં બિરાજમાન થઇ જાય છે.

5. શનિવારના દિવસે નિર્ધનોને દાન કરવાથી ફાયદો થાય છે. જો તમે તેઓને સિક્કાઓ દાન કરશો તો તમને અનેક ગણો વધારે ફાયદો થશે.

Team Dharmik