ધન અને યશ મેળવવા માંગો છો ? તો રવિવારના દિવસે અચૂક કરો આ 5 ઉપાય, ચમકી ઉઠશે કિસ્મત

આજના સમયમાં ધન અને યશ મેળવવા માટે લોકો કેટ કેટલી મહેનત કરે છે, ઘણીવાર મહેનત કરવા છતાં પણ ફળ મળતું નથી ત્યારે આપણે કિસ્મતને દોષ આપીએ છીએ. પરંતુ કિસ્મતને બદલવા માટે જ્યોતિષોએ ઘણા ઉપાય સુઝવ્યા છે. આ ઉપાયો પ્રમાણે જો તમે નક્કી કરો તો તમારા ખરાબ કિસ્મતને પણ બદલી શકો છો. જ્યોતિષોએ ખરાબ કિસ્મતને બદલવા તેમજ ધન અને યશ મેળવવા માટે રવિવારના દિવસના ખાસ 5 ઉપાય સુઝવ્યા છે, જે તમારું કિસ્મત ચમકાવી શકે છે.

રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ છે. માટે આ ખાસ દિવસે સૂર્ય આરાધના કરીને તમે તેમને પ્રસન્ન કરી શકો છો. કુંડળીની અંદર સૂર્ય અશુભ અથવા કમજોર હોવાના કારણે રવિવારનો ઉપાય કરીને શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે. ચાલો જાણીએ ઉપાય:

1. સૌથી સરળ અને પ્રખ્યાત ઉપાય છે સૂર્ય દેવને જળ ચઢાવવું. રવિવારના દિવસે ઉગતા સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. તે સમય સૂર્યમંત્રનો પણ જાપ કરવો. 2. રવિવારના દિવસે બજારની અંદરથી 3 સાવરણી ખરીદીને લઈ આવવી. બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ ત્રણ સાવરણીઓને ઘરની પાસે આવેલા કોઈ મંદિરમાં રાખી દેવી. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આમ કરતા તમને કોઈ જોઈ ના લે.

3. રવિવારની રાત્રે એક ગ્લાસ દૂધ પોતાના બેડની પાસે રાખીને સુઈ જાવ. બીજા દિવસે સવારે ઉઠી અને તે દૂધને બાવળના થડમાં નાખી દેવું. 4. રવિવારના દિવસે તમારી મનોકામના પીપળાના પાન ઉપર લખી અને કોઈપણ જગ્યાએ વહેતા જળમાં પ્રવાહિત કરી દેવું.

5. રવિવારની સાંજે પીપળાના ઝાડની નીચે ચારમુખી દિપક પ્રગટાવવો. તેનાથી તમને યશ, ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

Dharmik Duniya Team