58 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી હશે તેની અસર

નવરાત્રીમાં માતાજી સિંહ પર બેસીને આવશે અને આ 8 રાશિના નસીબ ખોલી દેશે

નવરાત્રી-2020 17 ઓક્ટોબરના રોજ શરૂ થઇ રહી છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને લીધે રાસ ગરબા યોજાઈ શકે તેવી સંભાવના ઓછી છે. જો કે આ વર્ષે કોરોનાના કાળની વચ્ચે નવરાત્રી પર ખુબ જ ખાસ યોગ બનવાનો છે.

શાસ્ત્રોના આધારે આ વર્ષે નવરાત્રી દરમિયાન શનિ મકર રાશિ અને બૃહસ્પતિ ઘનું રાશિમાં રહેશે અને આવો શુભ યોગ 58 વર્ષ પછી આવી રહ્યો છે. આ યોગની અસર દરેક રાશિઓમાં જોવા મળશે. નવરાત્રીના પહેલા દિવસે જ સૂર્યનું રાશિ પરિવર્તન થશે જેથી સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે અને તુલા રાશિમાં વક્રી બુધ પણ રહેશે. જેને બુધ આદિત્ય યોગ કહેવામાં આવે છે. બૃસ્પતિ અને સૂર્ય ગ્રહનો આ દુર્લભ યોગ છે. આવો તો જાણીએ આ યોગની રાશિઓ પર કેવી અસર રહેવાની છે.

1. મેષ:
આ રાશિના લોકો પર આ યોગની શુભ અસર થશે. જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઇ રહ્યા તેના માટે વિવાહ યોગ પણ બની રહ્યો છે. આ સિવાય પહેલાના લાંબા સંયમથી ચાલી રહેલી બીમારીનું પણ નિવારણ થશે.

2. વૃષભ:
વૃષભ રાશિના લોકોને આ શુભ યોગથી શત્રુઓથી છુટકારો મળશે અને નવા સારા મિત્રો બનશે જે તમને આગળ જતા ખુબ મદદરૂપ થશે. પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરમા સુખનું આગમન થશે.

3. મિથુન:
મિથુન રાશિના લોકોને સંતાન સુખ મળશે, વ્યાપાર ક્ષેત્રમાં ખુબ આર્થિક લાભ થશે. નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિ થશે.

4. કર્ક:
પરિવારના લોકો સાથે સંબંધ સુધરશે અને માતાની કૃપાથી સુખ પ્રાપ્ત થશે. દરેક કાર્યોમાં સફળતા મળશે. તમે કોઈ નવું કાર્ય કે નવી યોજના બનવાવા પર વિચાર કરી શકો છો.

5. સિંહ:
સિંહ રાશિ પર આ યોગની શુબ અસર થવાની છે માટે કોઈપણ નવું કામ શરૂ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. પરિવારના લકોનો ભરપૂર સહિયોગ મળશે અને ધનલાભ થશે.

6. કન્યા:
કન્યા રાશિના લોકોને ખુબ ધનલાભ થશે. સંપત્તિને લગતા નિર્ણયો લઇ શકો છો. સંપત્તિ ખરીદવા કે વેંચવા માટેનો આ સમય તમારા માટે એકદમ ઉત્તમ છે.

7. તુલા:
તુલા રાશિના લોકોને પોતાની મહેનતનું ફળ ચોક્કસ મળશે. જે કામ વિશે વિચારણા કરી રહ્યા છો તેને પૂર્ણ કરી શકશો. આ રાશિના વિવાહ યોગ પણ બની રહ્યા છે.

8. વૃશ્ચિક:
આ રાશિના લોકોને થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને પરિવાર સાથે વાદ-વિવાદ પણ થઇ શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વધારાના બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે.

9. ધનુ:
આ રાશિના લોકોને પોતાના દરેક કાર્યોમાં સફળતા મળશે. આર્થિક યોગ પણ બની રહ્યો છે, માટે ધનલાભ થઇ શકે છે. કોઈપણ નવું કામ કરતા પહેલા તેના વિષે વિચારણા કરી લો.

10. મકર:
મકર રાશિના લોકોને થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે. કામની બાબતમાં કોઈ ચિંતા થઇ શકે છે અને કોઈની સાથે ઝઘડો પણ થઇ શકે છે.

11. કુંભ:
કુંભ રાશિના લોકોને આવકમાં વધારો થશે અને નવા અવસરો પણ મળશે. મિત્રોનો ભરપૂર સહિયોગ મળશે અને જીવનસાથી સાથેનો સબંધ રોમેન્ટિક બનશે.

12. મીન:
આ રાશિના લોકો વાહન ખરીદવાનું ટાળો. વાહન ખરીદવું તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને દુર્ઘટના થઈ શકે છે. કોઈ પહેલાનો દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે છે.

Team Dharmik