લગ્નના 16 વર્ષ બાદ આ દંપતિના ઘરે બંધાયુ પારણુ, ભગવાને કર્યો ચમત્કાર

ખુશખબરી: અચાનક જ એવો ચમત્કાર કે લગ્નના ૧૬ વર્ષ પછી એક નહિ પણ બે જુડવા બાળકોના માતા પિતા બની ગયા

લગ્ન બાદ દંપતિ તેમનો પરિવાર પૂર્ણ કરવા માટે બાળકના જન્મની રાહ જોતા હોય છે, તેવામાં કેટલાક લોકો એવું માને કે બાળકનો જન્મ થાય ત્યારે તેમનું નવુ જીવન એટલે કે માતા-પિતા તરીકેનું શરૂ થતુ હોય છે. ઘણીવાર એવું બને છે કે દંપતિને બાળક લગ્નના કેટલાક વર્ષમાં થઇ જાય છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતુ હોય છે લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હોવા છત્તાં પણ તેમને સંતાન સુખ મળતુ નથી. એવા જ એક દંપતિ હતા અંજલીબેન અને કમલેશભાઇ.

પ્રતિકાત્મક તસવીર

આ દંપતિના લગ્નને વર્ષો વીતી ગયા હતા. તેમને સંતાન થતુ ન હતુ અને તેઓ તેને કારણે થોડા દુખી પણ થઇ ગયા હતા. ત્યારે આ દંપતિને અલગ અલગ જગ્યાથી ઘણી વાતો મળી હતી અને તેમણે ઘણી હોસ્પિટલોમાં તપાસ પણ કરાવી હતી. પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. આ દંપતિએ તો એવું માની લીધુ હતુ કે તેમને હવે સંતાન સુખ પ્રાપ્ત નહિ જ થાય.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ નસીબમાં જે લખેલુ હોય છે, તો તે થઇને જ રહે છે. ત્યારે લગ્નના 16 વર્ષ પછી હિંમત હારી ગયેલ દંપતિને એક વ્યક્તિ મળ્યો હતો અને તેણે હોસ્પિટલનું સરનામુ આપ્યુ હતુ અને તેમણે એ જણાવ્યુ હતુ કે, તેમનું કામ જરૂરથી થઇ જશે. હવે આ ભગવાનનો ચમત્કાર જ કહેવાય કે શું એ તો ખબર નહિ પરંતુ દંપતિના ઘરે લગ્નના 16 વર્ષ પછી એક નહિ પરંતુ બે ભૂલકા આવ્યા. તેઓ જુડવા બાળકોના માતા-પિતા બની ગયા અને માતા-પિતા બન્યા બાદ તો તેમની ખુશીનું કોઇ ઠેકાણુ જ ન રહ્યુ.તેમણે બાળકોનું ભવ્ય સ્વાગત કર્યુ અને તેમને ઘરે લઇ ગયા.

Team Dharmik