ફ્રિજમાં લાશ રાખીને આફતાબે આ મોટી હસ્તીને પોતાના ઘરે રંગરેલીઓ મનાવવા બોલાવી હતી, આ યુવતી આવેલી રાતો માણવા

શ્રદ્ધા કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ પણ આ મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે, જેને જોઈને લાગી રહ્યું છે કે તેની લિવ-ઇન ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરની નિર્દયતાથી હત્યા કર્યા પછી, તેનું જીવન આગળ વધી ગયું હતું અને તે ભૂતકાળને પાછળ છોડી વર્તમાનની ક્ષણ જીવી રહ્યો હતો. પહેલાથી જ કહેવામાં આવી રહ્યું હતું કે પૂનાવાલાના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો હતા.

હવે આ અંગે પોલીસે કહ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ જે યુવતીને તેના ફ્લેટમાં લાવ્યો હતો તે વ્યવસાયે ડોક્ટર છે. પોલીસે તે મહિલાને શોધી કાઢી છે. અહીં જોવા જેવી સૌથી મોટી વાત એ છે કે જ્યારે વોકરના ટુકડા ત્યાં ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા ત્યારે યુવતીને ફ્લેટમાં બોલાવવામાં આવી હતી. આ જ દર્શાવે છે કે આફતાબ કોઈ ચિંતા કર્યા વગર આગળ વધી રહ્યો હતો. અથવા એમ કહી શકાય કે આ બધું એક નાટક હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું છે કે આફતાબ મહિલાને મોબાઈલ ડેટિંગ એપ્લિકેશન ‘બમ્બલ’ દ્વારા મળ્યો હતો. તે જ પ્લેટફોર્મ પર જ્યાં તે બે વર્ષ પહેલા શ્રદ્ધાને મળ્યો હતો. દિલ્હી પોલીસે મનોવૈજ્ઞાનિક મહિલાનો સંપર્ક કર્યો છે. પોલીસે તપાસના સંદર્ભમાં ડેટિંગ એપ્લિકેશનમાંથી આ અંગેની માહિતી માંગી હતી. આફતાબ આના દ્વારા જ ઘણી મહિલાઓને મળ્યો હતો.

આફતાબ પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ ગયો છે અને હવે નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટના ત્રીજા સત્ર માટે તે આગલા દિવસે સાંજે 4 વાગ્યે રોહિણી ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં પહોંચ્યો હતો અને સાંજે 6:30 વાગ્યા પછી પાછો લઈ જવામાં આવ્યો હતો.

Dharmik Duniya Team