ઘરની આ દિશામાં ક્યારે પણ ના લટકાવુ જોઈએ કેલેન્ડર, જાણો સાચી દિશા

ઘણી વાર તનતોડ મહેનત કરવા છતાં પણ મુશ્કેલી આવે છે, તેનું કારણ તમારા ઘરમાં લગાડેલું કેલેન્ડર પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે, કેલેન્ડરને ઘરની કંઈ જગ્યા પર લગાવવાથી શુભ થાય છે આવો જાણીએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેલેન્ડર હંમેશા ઉત્તર,પશ્ચિમ અથવા પૂર્વની દીવાલ પર જ લગાડવું જોઈએ. કેલેન્ડરમાં કોઈ હિંસક જાનવરની તસ્વીર ના હોવી જોઈએ જેનાથી ઘરમાં નેગેટીવીટી આવે છે.

ઉત્તર દિશામાં કેલેન્ડર લગાવવું જોઈએ જેના પર હરિયાળી, નદી સમુદ્ર, વિવાહ જેવી તસ્વીર હોય. પશ્ચિમ દિશાને બહારની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કેલેન્ડર લગાવવાથી રોકાયેલા કામ ફરી ચાલુ થઇ જાય છે.

દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી તરક્કી રોકાઈ જાય છે કારણકે આ કેલેન્ડર સમય સૂચક છે. આ દિશામાં કેલેન્ડર લગાવવાથી ઘરના મોભીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મુખ્ય દરવાજા સામે કેલેન્ડર ના લગાવવું જોઈએ કારણે દરવાજામાંથી નીક્ળતી ઉર્જા તેને પ્રભાવિત કરે છે.

Team Dharmik