ઘરમાં આ વસ્તુઓ રાખવાથી આવે છે સુખ-સમૃદ્ધિ, જાણો તેના 8 ફાયદા

આજના સમયમાં દરેક કોઈ તનતોડ મહેનત કરીને સફળતા અને સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય છે, છતાં પણ લોકોની આ ઈચ્છા પૂર્ણ નથી હતી. શાસ્ત્રોના આધારે અમુક એવા ઉપાયો પણ છે જે સુખ-સમૃદ્ધિ લાવી શકે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ વસ્તુઓ ઘરમાં રાખવાથી બરકત વધે છે અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આવો તો જાણીએ આ વસ્તુઓ વિશે.

1. મોરના પીંછા: શાસ્ત્રોના આધારે મોરના પીંછા ખુબ શુભ માનવામાં આવે છે. ઘરમાં મોરના પીંછા રાખવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

2. પક્ષીઓનો જોડી: સુંદર પક્ષીઓની જોડી ખુબ જ શુભ માનવામાં આવે છે. હંસ, પોપટ, ચકલી, મોર જેવા શુભ પક્ષીઓની જોડીની તસ્વીર ઘરમાં રાખવાથી ઘરના લોકોને એકબીજા સાથે પ્રેમ અને ભાવ ઉત્પન્ન થાય છે. આ સિવાય નવ વિવાહિત દંપત્તિના બેડરુમમાં પણ પક્ષીઓની જોડીની તસ્વીર રાખવી શુભ માનવામાં આવે છે.

3. લાફિંગ બુદ્ધા: ઘર પરિવારમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ, આર્થિક તંગી કે માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી અસરકારક સાબિત થાય છે.

4. વાંસનો છોડ: વાંસનો છોડ ઘરના લોકોના લાંબા આયુષ્ય માટે અને સુખ-સમૃદ્ધિના પ્રતીક રૂપે માનવામાં આવે છે.વાંસનો છોડ ઘરમાં એ જગ્યા પર રાખવો વધારે અસરકારક છે જ્યાં પરિવાર એકસાથે બેસે છે.

5. મની પ્લાન્ટ: શાસ્ત્રોના આધારે મની પ્લાન્ટ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ પ્લાન્ટને ઘરમાં રાખવાથી સારું ભાગ્ય બને છે અને ઘર-પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

6. શ્રીફળ: હિન્દૂ રિવાજોમાં પૂજાના સમયે શ્રીફળ ચોક્કસ રાખવામાં આવે છે. શ્રીફળની પૂજા કરીને તેને તમારા ઘરની તિજોરી કે મંદિર માં મૂકી દો. આ સિવાય તમે તમારા કાર્યસ્થાન પર પણ શ્રીફળ રાખી શકો છો જેનાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે.

7. ઘોડાની મૂર્તિ: ઘરમાં સાત દોડતા ઘોડાની તસ્વીર કે મૂર્તિ રાખવાથી વ્યાપાર ક્ષેત્રમાં વધારો થાય છે અને તરક્કીના અનેક રસ્તાઓ ખુલે છે.

8. ડ્રેગન: ઘરમા ડ્રેગનની મુર્તિ લગાવવાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક્તાનું આગમન થાય છે.

Team Dharmik