જો તમને દેખાવા લાગે આ 8 સંકેત, તો સમજી લો કે શરૂ થઇ ચુક્યો છે તમારો ખરાબ સમય

હિન્દૂ ધર્મમાં શકુન-અપશકુનની માન્યતાઓ પ્રાચીન કાળથી આવતી રહી છે. શાસ્ત્રો-ગ્રન્થોમાં પણ તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવો જ ગ્રન્થ શુકન શાસ્ત્ર પણ છે જેમાં ઘણા શુભ- અશુભ સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે જે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશેનો આભાસ કરાવે છે. એવા જ અમુક સંકેતો વિશે તમને જણાવીશું જેથી ભવિષ્યમાં આવનારી સમસ્યાઓથી તમે પહેલાથી જ સજાગ રહી શકો.

1. કૂતરાઓનું રોવું: કોઈ કૂતરો ઘરના મુખ્ય દરવાજા તરફ મોં કરીને રોવા લાગે તો ઘરમાં કોઈની મૃત્યુ કે અન્ય મહામારી આવવાનો સંકેત હોઈ શકે છે. 2. રસ્તા વચ્ચે બિલાડી આવવી: કામ પર જતી વખતે જો બિલાડી રસ્તો કાપે તો તમારું કામ અસફળ થવા તરફ સંકેત આપે છે.

3. બિલાડીઓનું ઝઘડવું: ઘરમાં બિલાડીઓનું ઝઘડવું પણ અશુભ માનવામાં આવે છે. તે પરિવારમાં થનારા ઝઘડા તરફ ઈશારો કરે છે. 4. દેવતાની મૂર્તિ તૂટવી: ઘરમાં કોઈ દેવતાની મૂર્તિ કે છબી તૂટી જાય તો કોઈની મૃત્યુ કે મૃત્યુ સમાન દુઃખ આવી શકે છે.

5. કાળા રંગના ઉંદરોનું મોટી સંખ્યામાં આવવું: જો ઘરમાં અચાનકથી કાળા રંગના ઉંદરો મોટી સંખ્યામાં આવવા લાગે તો તે નજીકના ભવિષ્યમાં આવનારી આપત્તિઓ તરફ ઈશારો કરે છે.

6. ખોદકામમાં મરેલા જીવનું મળવું: જો તમે જમીનનું ખોદકામ કરી રહ્યા છો અને આ દરમિયાન કોઈ મૃત જીવ કે સાંપ દેખાય તો તે તમારા ખરાબ સમય તરફ ઈશારો કરે છે.

7. ઘુવડનો અવાજ: જો તમારા ઘરની છત પર ઘુવડ આવીને અવાજ કરે તો તમારા ઘરમાં અચાનક જ કોઈ મોટું સંકટ આવવાના યોગ બની રહ્યા છે.

8. પક્ષીનું ઘાયલ થવું: જો તમારા ઘરના આંગણામાં કોઈ પક્ષી ઘાયલ થઈને પડી જાય તો તે નજીકના ભવિષ્યમાં થનારી દુર્ઘટનાનો સંકેત આપે છે.

Team Dharmik