આ 8 સંકેતો આપે છે અશુભ થવાના સંકેતો, તમને પણ મળે તો થઇ જજો સાવધાન

આજની પેઢી આધુનિકતા તરફ વળી છે ત્યારે તે શુભ અશુભમાં માનતી નથી, પરંતુ જયારે કંઈક એવું બને છે ત્યારે તે માનવામાં ઉપર મજબુર બનતા હોય છે. આપણા પૂર્વજો અને ઘરમાં રહેલા ઘરડા વ્યક્તિઓ પણ શુભ અશુભમાં માને છે અને આપણને ચેતવણીઓ પણ આપતા હોય છે ત્યારે આજે અમે તમને એવા જ 8 સંકેતો વિશે જણાવીશું જે અશુભ છે અને તેનાથી ચેતીને રહેવું જોઈએ.

1. કાળા ઉંદરનું આવવું: જો તમારા ઘરની અંદર અચાનક જ કાળા ઉંદરની સંખ્યામાં વધારો થાય છે તો સમજી લેજો ઘરની અંદર કંઈક અનીચ્છ બનવાનું છે.

2. કૂતરાનું રડવું: વર્ષોથી આપણે આપણા વડીલો પાસેથી પણ સાંભળતા આવ્યા છે કે કૂતરાનું રડવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કૂતરાનું રડવું એ કોઈ વ્યક્તિના મૃત્યુના સમાચારની નિશાની છે.

3. ખોદકામ દરમિયાન મરેલા જીવનું નીકળવું: જો તમે કોઈ જગ્યાએ સારા કામ માટે ખોદકામ કરી રહ્યા છો અને એ જગ્યા ઉપરથી કોઈ મરેલું જીવ નીકળે અથવાતો સાપ નીકળે તો તે પણ અશુભ સંકેત માનવામાં આવે છે.

4. બિલાડીનું રસ્તો ઓળંગવું: બિલાડી રસ્તો ઓળંગે ત્યારે પણ આપણું ધાર્યું કામ અથવા તો જે કામ માટે જઈ રહ્યા હોય એ કામ ના થાવનો સંકેત મળે છે. આવું આપણે પણ સાંભળ્યું જ હશે. 5. ઘુવડનો અવાજ: જો તમારા ઘર ઉપર કોઈ ઘુવડ બેસી અને અવાજ કરે છે તો તે ખુબ જ અશુભ સંકેત માનવામાં આવે છે.

6. ઘરમાં બિલાડીનું ઝઘડવું: બે બિલાડીઓ ઘરની અંદર ઝગડો કરે છે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. આમ થવાથી પરિવારમાં કંકાશ વધી શકે છે તેની નિશાની છે.

7. પક્ષીનું ઘાયલ થવું: તમારા ઘરના આંગણામાં કોઈ પક્ષી ઘાયલ થઈને પડે છે તો તે પણ ખુબ જ અશુભ સંકેત છે. આ સંકેત પરિવારમાં કોઈ દુર્ઘટના થવાનો સંકેત છે.

8. દેવી દેવતાઓની મૂર્તિનું ખંડિત થવું: ઘરમાં જો દેવી દેવતાઓની મૂર્તિ અથવા તો ફોટોફ્રેમ ખંડિત થઇ હોય તો તે ખુબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. તેને જલ્દી જ પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ.

Dharmik Duniya Team