નવરાત્રીમાં કરો ફક્ત આ 7 ઉપાય, મળશે મા દુર્ગાના ભરપૂર આશીર્વાદ

થોડા જ દિવસોમાં હવે નવરાત્રીની શરૂઆત થવાની છે, જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે દર વર્ષની જેમ મોટા મોટા ઉત્સવો નહીં થાય, પરંતુ માતાજીના ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ નહીં આવે. નવરાત્રીના નવ દિવસો ગરબા રમવા સાથે ભક્તિ અને આરાધના કરવાના દિવસો તરીકે પણ માનવામાં આવે છે. આ નવ દિવસ ખુબ જ પવિત્ર છે. આ નવ દિવસમાં જો તમે નીચે જણાવેલી સાત વાતો યાદ કરી લેશો તો માતાજીની વિશેષ કૃપા અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.

1. નવરાત્રીના નવ દિવસ સાત્વિક ભોજન લેવા માટેના દિવસો છે, માટે આ 9 દિવસ ડુંગળી, લસણ, દારૂ, તમાકુ જેવી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ.

2. નવરાત્રીમાં ખાસ ઘરની અંદર ઝઘડા ના થાય એનું ધ્યાન રાખો, કારણ કે આ સમયમાં માતાજીનો ઘરમાં વાસ થાય છે.

3. નવરાત્રીના છેલ્લા દિવસે શ્રીસૂક્ત પાઠ કરવો. આ પાઠ કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતો.

4. આઠમ અને નોમના દિવસે ખાસ માતાજીને પ્રસન્ન કરવા માટે તેમને અત્તર અને મધ ચઢાવવું જેના કારણે તેમની વિશેષ કૃપા મળશે.

5. નવરાત્રીના અંતિમ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને પીપળાના 11 પાન લેવા. તેમના ઉપર “શ્રી રામ” નામ લખી તેની માળા બનાવી હનુમાનજીને પહેરાવી દેવી.

6. સ્થાયી લક્ષ્મી પ્રાપ્તિ માટે નવરાત્રીના દિવસોમાં રોજ નાગરવેલનાં પાનની અંદર ગુલાબની 7 પાંખડીઓ મૂકીને માતા દુર્ગાને અર્પિત કરવી.

7. નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાની આરાધના લાલ રંગના ધાબળાના આસાન ઉપર બેસીને કરવી ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. તેનાથી મનોકામનાની પૂરતી થાય છે.

Dharmik Duniya Team