પિતૃ સાથે દેવી લક્ષ્મીને પણ ખુશ કરશે સવારે કરવામાં આવેલા આ 5 કામ

લોકો પૂર્વજોને સંતુપ્ત કરવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે જેથી તેમને પિતૃનો આશીર્વાદ મળે અને જીવનમાં બધું જ સારું ચાલી શકે. શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને રોજ સવારે ઉઠીને કરવાથી પિતૃ સાથે સાથે દેવી લક્ષ્મી પણ ખુશ થાય છે. આ ઉપાયોથી દરિદ્રતાની સાથે સાથે કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થઇ જાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.

ધન કમાવવાના નવા માર્ગ ખુલે છે: સવારે સૌથી પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વારને હળદર વાળા પાણી વડે ધોવો જોઈએ. એવું કરવાથી ઘરમાં રહેતા લોકોની પ્રગતિ થાય છે અને તેમને કયારેય પણ ઘનની કમી નથી થતી. સાથે પરિવારમાં પ્રેમ વધે છે અને ઘનના નવા માર્ગો મળે છે.

ઘનને લગતી સમસ્યા દૂર થાય: માત્ર પિતૃ પક્ષના જ નહિ પણ અન્ય દિવસોમાં પણ કટોરામાં પાણી ભરીને તેમાં રોટલીનો ટુકડો નાખી તેને ધાબામાં મૂકી દેવું જોઈએ. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયા છે અને ઘન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે: પક્ષીઓ માટે બાજરીના દાણા ધાબા પર રાખવા જોઈએ, આવું કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે પણ સાથે સાથે ઘર પરિવારમાં શાંતિ આવે છે. પિતૃઓને પણ સારું લાગે છે અને ભગવાનનો આશીર્વાદ પણ મળે છે. દાન નાખવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે જેનાથી આર્થિક સ્થિતિ સારી થાય છે.

ઘન-ધાન્યની નથી થાય કમી: તમારે આ નિયમ રોજ માટે બનાવી દેવાનો કે ગાય અને કુતરા માટે કાયમ ભોજન બનાવવું જોઈએ. એવું કરવાથી ઘરમાં ઘન-ધાન્યની કમી નથી આવતી અને દરિદ્રતા પણ દૂર થયા છે. સાથે કુંડળીમાં રહેલો પિતૃ દોષ પણ દૂર થાય છે.

પિતૃની આત્માને મળે છે શાંતિ: દરજરોજ સૂર્ય જળ ચડાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવને જળ ચડાવ્યા પછી દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને પિતૃનું ધ્યાન કરી અને જળ ચડાવવું જોઈએ. એવું કરવાથી પિતૃની આત્માને શાંતિ મળે છે અને તેમનો આશીર્વાદ પણ મળે છે.

Team Dharmik