જીવનમાં આવી ગયા હોય દુઃખો, તો મંગળવારના દિવસે કરો આ 5 ઉપાય, હનુમાનજી કરશે તમામ સંકટ દૂર

આ 5 ઉપાય કરો, હનુમાનજી ખુદ પ્રસન્ન થઈને તમારા દુઃખો કરશે

મોટાભાગના લોકોનું જીવન સંકટથી ઘેરાયેલું હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના જીવનમાં આવેલા સંકટો દૂર કરવા માટે કેટલાય ઉપાય કરતા હોય છે. મહેનત કરવા છતાં પણ પરિણામ ના મળે ત્યારે લોકો ઈશ્વરની શરણે જતા હોય છે. અને ભગવાનને સાચા મનથી કરેલી દરેક પ્રાર્થના અવશ્ય સ્વીકારે છે. જો તમારા જીવનમાં પણ મુશ્ક્લીઓનો વાસ થયો હોય તો અમે તમને મંગળવારે હનુમાનજીની પૂજામાં ઉપયોગમાં લેવાતા 5 ઉપાયો જણાવીશું.

હનુમાનજી શ્રુષ્ટિ ઉપર અજર અમર દેવ છે. પોતાના ભક્તોની વિનંતી તે સાંભળે છે અને તેના કારણે જ તેમને સંકટ મોચન દેવ તરીકે ઓળખવામાં આવે છે. એવા જ મંગળવારના દિવસે આ 5 ઉપાય કરશો તો તમને જીવનમાં ઘણો જ ફાયદો થશે.

1. મંગળવારના દિવસે સાંજના સમયે નજીકના કોઈપણ હનુમાન દાદાના મંદિરમાં જવું અને ત્યાં જઈને સરસવના તેલનો દીવો કરીને બે હાથ જોડી દાદાની પ્રાર્થના કરવી. તેમજ હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ પોતાની મુશ્કેલીઓ જણાવવી, દાદા તમામ સંકટ દૂર કરશે.

2. જો જીવન વધારે મુશ્કેલીઓમાં ગરકાવ થઇ ગયું હોય તો મંગળવારના દિવસે હનુમાન યંત્રની સ્થાપના કરવી અને રોજ તેની પૂજા કરવી. તેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થશે.

3. ધનની અછત દૂર કરવા માટે મંગળવારે સવારે ઉઠી, નિત્યક્રમ પૂર્ણ કરીને એક પીપળાનું પાન તોડી લેવું. તેને સ્વચ્છ કરી હનુમાનજી સમક્ષ રાખવું. ત્યારબાદ હનુમાનજીને ચઢાવવામાં આવેલા સિંદૂરથી “શ્રી રામ” લખવું અને પોતાના પર્સમાં અથવા તો તિજોરીમાં રાખવાથી ધનની અછત દૂર થાય છે.

4. મંગળવારના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ સ્વચ્છ કપડાં ધારણ કરીને પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દિપક કરવો. તેમજ પૂર્વ દિશામાં મોઢું રાખીને તુલસીની માળામાં રામનામની 11 માળાનો જાપ કરવો.

5. જો જીવનમાં શનિ દોષ હોય તો મંગળવારે કાળી અડદ કે કોલસાને એક કપડાંમાં બાંધીને પોટલી બનાવો. ત્યારબાદ તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકી દેવો. ત્યારબાદ આ પોટલીને ઉપરથી બાંધી નદીમાં પ્રવાહિત કરી દેવી અને બે હાથ જોડીને હનુમાનજી અને રામ નામનું સ્મરણ કરવું જેનાથી શનિદોષ દૂર થશે.

Dharmik Duniya Team