આ એક જ ચમત્કારિક ફૂલ તમને બનાવી દેશે માલામાલ, ફક્ત આ રીતે કરો 5 ઉપાય પછી જુઓ ચમત્કાર

આ જાદુઈ ફૂલના ઉપયોગથી ઘરમાં આવવા લાગશે પૈસા, એકવાર ટ્રાય કરી જુઓ

આપણે દરેક ઈશ્વરની આરાધના ફિલો દ્વારા કરતા હોઈએ છીએ, ભગવાનને પુષ્પ અર્પણ કરવાથી આપણા ઘણા અટકેલા કામ પણ બની જતા હોય છે, ત્યારે કેટલાક એવા ફૂલો પણ હોય છે જે ખુબ જ ચત્મકારીક હોય છે. આ ફૂલોનો ઉપયોગ તમને માલામાલ બનાવી શકે છે. આવું જ એક ફૂલ છે નાગકેસરનું ફૂલ. ચાલો જાણીએ તેના ચમત્કારિક ઉપાયો.

1. ચાંદીના એક નાના ઢાકણ વાળી ડબ્બી લેવી. તેની અંદર નાગકેસર અને મધ ભેળવીને શુક્લપક્ષના શુક્રવારની રાત્રે અથવા તો કોઈપણ બીજા શુભ મુહૂર્તના દિવસે પોતાના ગલ્લા અથવા તિજોરીમાં રાખી દેવું. તમારા ધનમાં અચાનક વૃદ્ધિ થવા લાગશે.

2. દર શુક્રવારના દિવસે 1 નાગકેસરનું ફૂલ લેવું અને તેની પૂજા કરવી. ત્યારબાદ તેને સ્વચ્છ સફેદ કપડામાં વીંટીને પોતાની દુકાન ગલ્લા કે પોતાની ઓફિસમાં રહેલી તિજોરીમાં રાખવાથી પણ ધનમાં વધારો થાય છે.

3. કોઈપણ પૂર્ણિમાના દિવસથી શરૂ કરી અને આવતી પૂર્ણિમા સુધી રોજ શિવલિંગ ઉપર નાગકેસરનું ફૂલ ચઢાવવું. છેલ્લા દિવસે ચઢાવવામાં આવેલા ફૂલને પોતાના ઘરે લઇ જવું. આ ફૂલમાં પણ ધન સંબંધી તમારી સમસ્યાઓને દૂર કરી દેશે.

4. ધંધામાં નુકશાની થઇ રહી હોય તો કોઈપણ શુભ મુહૂર્તમાં નિર્ગુન્ડી (એક પ્રકારની વનસ્પતિ)ના મૂળ, નાગકેસરના ફૂલ અને પીળા સરસવના દાણા એક નાની પોટલીમાં બાંધી અને દુકાનની બહાર લટકાવી દેવા. તેનાથી વ્યાપારમાં વૃદ્ધિ થશે.

5. નાગકેસરના ફૂલ, આખી હળદર, સોપારી, એક સિક્કો, તાંબાનો ટુકડો અને ચોખાને કપડામાં બાંધી લક્ષ્મીજીની સામે રાખવા અને પૂજા કરવી. ત્યારબાદ આ પોટલીને તમારી તિજોરીની અંદર રાખી લેવી. તેનાહ્તી ઘરમાં પણ બરકત આવશે.

Dharmik Duniya Team