આજે જ ઘરમાં લગાવો આ 5 તસ્વીર, ગરીબી રહેશે દૂર, થશે પૈસા જ પૈસા

દરેક લોકોને ઘરમાં તસ્વીર અને પેઇન્ટિંગ લગાવવાનો શોક છે. આજે અમે તમને એવી 5 તસ્વીર વિષે જણાવીશું જે ઘરમાં લગાડવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરની અંદર આ તસવીરો લગાડવાની સલાહ આપી છે.

1.દેવી લક્ષ્મી

ઘરની ઉત્તર દિશામાં ધનની દેવી માતા લક્ષ્મીની તસ્વીર જરૂર લગાડો. આ વાતનું વિશેષ ધ્યાન રાખો આ તસ્વીરમાં માતા લક્ષ્મીજી ઉભેલા ના હોય. ઘરમાં એકથી વધુ લક્ષ્મીજીની તસ્વીર ના લગાડો. આ તસ્વીર તમને ઘરમાં સુખ શાંતિ સિવાય ધન આપે છે.

2.માછલી

વાસ્તુ શાસ્ત્ર અને હિન્દૂ ધર્મમાં માછલીને અલગ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, ઘરમાં માછલીની પેઇન્ટિંગ લગાડવાથી મુશ્કેલી ખતમ થઇ જાય છે. ધન લાભ થાય છે. ઘરના સભ્યનું સ્વાસ્થ્ય સારું રહે છે. શુભ કામમાં માછલીના દર્શન કરવાથી શુકન થાય છે. માછલીની પેઇન્ટિંગ પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાડવું જોઈએ. જેનાથી આર્થિક તંગી ખતમ થઇ જાય છે. તો ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ લગાડવાથી પરિવારમાં સુખ આવે છે.

3.રાધા કૃષ્ણ

રાધા-કૃષ્ણને સાચા પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરિણત લોકોએ આ તસ્વીર બેડરૂમમાં લગાડવી જોઈએ. જેનાથી સંબંધ સારો ચાલે છે. આ તસ્વીરની સામેની દીવાલમાં પતિ-પત્નીનો ફોટો પણ લગાડી શકો છો. તો ગર્ભવતી મહિલા રોજ બાલ-કૃષ્ણની તસ્વીર જુએ છે તો બાળક સુંદર અને સ્વસ્થ આવે છે.

4.ઘોડા

ઘરમાં દોડતા ઘોડાની તસ્વીર લગાડવી જોઈએ. 7 દોડતા ઘોડા હોય તો સોને પર સુહાગ થાય છે. આ તસ્વીરને ઘર અથવા ઓફિસમાં લગાવવાથી કાર્ય ક્ષમતામાં વધારો થાય છે. કામમાં કોઈ અડચણ નથી આવતી. આ તસ્વીરને તમે પૂર્વ અથવા દક્ષિણ દિશામાં લગાડી શકો છો.

5.ફેમિલી ફોટો

ઘરની એક દીવાલ પર બધા જ પરિવારના સભ્યની તસ્વીર લગાડી દો. આ કરવાથી પરિવારમાં કોઈ દિવસ લડાઈ-ઝઘડા નથી થતા. સુખ શાંતિ રહે છે. એકતા પણ રહે છે. ઘરના બધામાં પ્રેમ વધે છે. ધ્યાન રહે કે ઘરમાં જીવિત લોકોની તસ્વીર ઉત્તર,પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં લગાડો. મૃત પામેલા પરિવારજનોની તસ્વીર ફક્ત ઉત્તર દિશામાં લગાડો બાકી એક પણ દિશામાં ના લગાડો. જેનાથી પિતૃદોષ શાંત થઇ જાય છે.

Team Dharmik