ઘરમાં રાખો આ 5 પ્રકારના ગણેશજીની મૂર્તિઓ, ભરી દેશે તમારું ઘર ધન અને સુખ સમૃદ્ધિથી

આપણ ધર્મમાં ગણપતિ બાપ્પાની પૂજા દરેક પૂજામાં સૌથી પહેલા કરવામાં આવે છે. તેમને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરોમાં પણ ગણપતિ બાપ્પાનું સ્થાન પહેલા રાખવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરની અંદર ગણપતિ બાપ્પાની પ્રતિમા અને તસ્વીર લગાવતા હોય છે, પરંતુ આજે અમે તમને એવી 5 પ્રતિમાઓ વિશે જણાવીશું જે તમે ઘરમાં નિશ્ચિત જગ્યા ઉપર લગાવશો તો બાપ્પાની વિશેષ કૃપા તમારા ઘર ઉપર રહેશે.

1. આંબા, પીપળા કે લીમડાના પાનના બનેલા ગણપતિ:
ઘરના મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની આંબા, પીપળા કે લીમડાના પાનથી બનેલી મૂર્તિ રાખવી જોઈએ. એવી માન્યતા છે કે આવી મૂર્તિ ઘરના મુખ્ય દ્વાર ઉપર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ ઘરમાં સુખ અને ધનની વૃદ્ધિ પણ થાય છે. આ ઉપરાંત પરિવારજનોનો બૌદ્ધિક વિકાસ પણ ગણપતિ બાપ્પા કરે છે.

2. ગાયના છાણમાંથી બનેલી મૂર્તિ:
ધનની વૃદ્ધિનો કારક ગણેશજીની ગાયના છાણમાંથી બનેલી મૂર્તિને માનવામાં આવે છે. ગણેશજીની આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. સાથે જ ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ લાભદાયક બને છે.

3. સફેદ રંગના ગણેશજીની પ્રતિમા:
રવિવરના દિવસે અથવા પુષ્પ નક્ષત્રમાં ગણેશજીની સફેદ રંગની મૂર્તિ ઘરે લાવીને તેની સ્થાપના કરવી અને નિયમિત પૂજા કરવી. જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ મૂર્તિની પૂજા કરવાથી કુંડળીમાં બુધ પણ મજબૂત થાય છે અને જીવનમાં ઘણા લાભ મળે છે.

4. કાચના ગણેશજી:
ઘરમાં જો વાસ્તુદોષ હોય તો ઘરની અંદર કાચના ગણેશજીની મૂર્તિ રાખી દેવી. સાથે જ લક્ષ્મી માતાજીની પણ કાચની મૂર્તિ ગણેશજીની બાજુમાં રાખીને તેની પૂજા કરવાથી ઘણા જ લાભ થાય છે. તેનાથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. સાથે જ ઘરમાં કોઈ સંકટ પણ નથી આવતું.

5. હળદરથી બનાવેલા ગણેશજી:
હળદરથી બનાવેલી ગણેશજીની મૂર્તિ પણ ઘરમાં રાખવી જોઈએ. આ શુભ અને સુખદાયક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. સાથે જ ભાઈચારો અને પ્રેમ ઘરના સદસ્યો બચ્ચે બનેલો રહે છે.

Dharmik Duniya Team