જો તમે પણ ખુબ જ ઓછા સમયમાં ધનવાન બનવા માંગતા હોય તો પોતાના જ ઘરમાં કરી લો આ 4 કામ, ક્યારેય નહિ રહે પૈસાની અછત

ઘરની અંદર રોજ કરો આ 4 કામ, મુશ્ક્લીઓ દૂર થશે તમામ, લક્ષ્મી માતા એવા થશે પ્રસન્ન કે રાતો રાત કરી દેશે માલામાલ

ધનવાન બનવું દરેક વ્યક્તિનું સપનું હોય છે અને પૈસા કમાવવા માટે દરેક વ્યક્તિ દિવસ રાત પણ મહેનત કરતું હોય છે. છતાં પણ ઘણીવાર આપણા અથાગ પ્રયત્નો છતાં પણ કોઈને કોઈ કારણે આપણે પાછા પડી જતા હોય છે. ત્યારે આપણે આપણા કિસ્મતને દોષ આપીએ છીએ. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં તમારી પરિસ્થિતિ સુધારવાના પણ ઘણા બધા ઉપાયો જણાવવામાં આવે છે, જો તેને અનુસરવામાં આવે તો ચોક્કસ તમારી દશા બદલાય છે. ત્યારે આજે અમે તમને એવી જ પાંચ વસ્તુઓ જણાવીશું જે ઘરે કરવાથી તમે ધનવાન બની જશો.

1. તુલસીના છોડ પાસે કરો ઘીનો દીવો:
આપણા હિન્દૂ ધર્મમાં મોટાભાગના ઘરમાં તુલસીનો છોડ હોય છે. આ છોડમાં તુલસી માતાનો વાસ હોવાનું માનવામાં આવે છે. જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દરરોજ સવાર-સાંજ ઘીનો દીવો કરીને તુલસીના છોડની પૂજા કરો છો તો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પરિવારની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

2. જમતી વખતે આ દિશામાં રાખો મોઢું:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ભોજન કરો ત્યારે એવો પ્રયત્ન કરવો તમારો ચહેરો પૂર્વ દિશામાં હોવો જોઈએ. આ દિશા સૂર્ય ભગવાનને સમર્પિત છે અને તેને શુભ માનવામાં આવે છે. જમતી વખતે પગમાં ચપ્પલ ન પહેરો, નહીં તો માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.

3. ઘરમાં આ જગ્યાએ કરો ગંગાજળનો છંટકાવ:
ઘરનો ઈશાન કોણ સૌથી શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નકારાત્મક શક્તિઓ આ ભાગને કબજે કરવા માટે પ્રવેશવાનો પ્રયાસ કરતી રહે છે. જ્યોતિષીઓ અનુસાર, આવી ખરાબ શક્તિઓને ઘરથી દૂર રાખવા માટે તમારે નિયમિતપણે ઈશાન દિશામાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.

4. સવારે ઉઠવાની સાથે પથારીમાં જ કરો આ કામ:
જો તમે ઓછા સમયમાં અમીર બનવા માંગતા હોવ તો સવારે ઉઠીને સૌથી પહેલા તમારી હથેળીઓ જોવાની ટેવ પાડો. આ સાથે ‘કરાગ્રે વસતે લક્ષ્મી’ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મા સરસ્વતી અને મા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે.

Dharmik Duniya Team