આ 3 રાશિઓના લોકોએ ભૂલથી પણ ચાંદીની વીંટી પહેરવી ન જોઈએ

મહિલાઓ પોતાના શૃંગારમાં ચાંદીની વીંટી કે ચાંદીની અન્ય વસ્તુઓ ધારણ કરતી હોય છે. શાસ્ત્રોમાં ચાંદીના આભૂષણો સુંદરતા વધારવાની સાથે સાથે સુખસમૃદ્ધિના કારકના રૂપમાં પણ માનવામાં આવે છે. જ્યોતિષમાન્યતાઓના આધારે ચાંદી નવ ગ્રહોમાં શુક્ર અને ચંદ્રમા ગ્રહ સાથે જોડાયેલી ધાતુ છે.

કહેવામાં આવે છે કે ચાંદીની ઉત્પત્તિ ભગવાન શિવના નેત્ર દ્વારા થઇ હતી માટે જ્યાં ચાંદી હોય છે તેવા ઘરમાં સુખ, વૈભવ અને સંપન્નતાની ખામી નથી હોતી. ચાંદી ધારણ કરવા પર તે શરીરમાં જળ તત્વની નિયંત્રણ કરે છે, આ સિવાય ચાંદીના ઘણા પ્રકારના લાભ પણ છે. તમે તમારી મનપસંદ ચાંદીની વીંટી ખરીદી લાવો અને તેને ગરુવારની રાતે પાણીમાં નાખીને પુરી રાત સુધી રહેવા દો. બીજા દિવસે સવારે સ્નાન કરીને વીંટીને ભગવાન વિષ્ણુની છબી કે મૂર્તિ પાસે રાખી દો અને પુરા વિધિ-વિધાન સાથે તેની પૂજા કરો. પૂજા પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો અને વીંટી પહેરી લો.

જો કે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ ત્રણ રાશિઓએ ક્યારેય પણ ચાંદીની વીંટી પહેરવી ન જોઈએ. આ ત્રણ રાશિ માટે ચાંદીની વીંટી પહેરવી અશુભ સાબિત થાય છે અને તમારા માટે દુર્ભાગ્યનું કારણ પણ બને છે. તેનાથી ઘર-પરિવારમાં આર્થિક સમસ્યા પણ આવે છે. શાસ્ત્રોના આધારે આ ત્રણ રાશિઓ જો ચાંદી ધારણ કરે તો તેમના જીવનમાં માત્ર અસફળતા જ રહે છે. ઘર-પરિવારમાં હંમેશા આર્થિક સ્થિતિ ખરાબ રહે છે એન સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. આ ત્રણ રાશિઓ મેષ, ધનુ અને કન્યા રાશિઓ છે જેમણે ચાંદીની વીંટી ક્યારેય પણ પહેરવી ન જોઈએ.

Team Dharmik