આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે આ રાશિઓ ઉપર આ ગ્રહણની પડશે ખુબ જ ખરાબ અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2021નું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ઉપછાયા ચંદ્રગ્રહણ કોઈ સૂતક કાળ નથી હોતો. જેના કારણે આ ચંદ્રગ્રહણનો કોઈ સૂતક કાળ નહિ હોય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણનું કેટલીક રાશિઓ ઉપર સારો પ્રભાવ પડશે તો કેટલીક રાશિઓ ઉપર ખરાબ પ્રભાવ પડવાનો છે. ચાલો જાણીએ આ ચંદ્રગ્રહણના રોજ કઈ કઈ રાશિઓ ઉપર તેની ખરાબ અસર પડશે.

વૃશ્ચિક રાશિ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિ ઉપર આ ચંદ્રગ્રહણની ખરાબ અસર પડવાની છે. આ દરમિયાન આ રાશિના જાતકોના કામની અંદર બાધાઓ ઉભી થશે. આ રાશિના જાતકો વાદ-વિવાદમાં પણ ફસાઈ શકે છે. તેમના કેરિયરમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. માતા પિતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે.

મિથુન રાશિ:
આ રાશિના જાતકોની તબિયત ચંદ્રગ્રહણના પ્રભાવના કારણે ખરાબ થઇ શકે છે. આ દરમિયાન તમને માનસિક તાણ પણ રહેશે. નાના ભાઈ બહેનો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણ દરમિયાન પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ નહીં તો વાદ વિવાદ થઇ શકે છે.

સિંહ રાશિ:
આ ચંદ્રગ્રહણના પ્રભાવના કારણે સિંહ રાશિના જાતકોને પોતાના લવ પાર્ટનર સાથેના સંબંધો બગડી શકે છે. તેમના પારિવારિક જીવન ઉપર પણ આ ચંદ્રગ્રહણની ખરાબ અસર જોવા મળશે. માતા પિતા સાથે કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે. કેરિયરની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ:
ચંદ્રગ્રહણના પ્રભાવના કારણે કુંભ રાશિના જાતકોની તબિયત ખરાબ થઇ શકે છે. માથાનો દુખાવો પણ હેરાન કરી શકે છે. ધંધામાં પણ નુકશાન થઇ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કોઈપણ કામ સમજી વિચારીને કરવું.

ચંદ્રગ્રહણની તારીખ અને સમય:
ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મે 2021ના બપોરે 2 વાગ્યાને 17 મિનિટથી લઈને શરૂ થશે અને સાંજે 7 વાગ્યેને 19 મિનિટે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ દિવસે થતું હોવાના કારણે ભારતમાં દરેક જગ્યાએથી જોઈ નહીં શકાય.

Dharmik Duniya Team