અમરેલીના 13 વર્ષના બાળકનું વજન છે 140 કિલોગ્રામ, એક જ દિવસમાં ખાઈ જાય છે 7 બાજરાના મોટા મોટા રોટલા, જાણો કેવું છે તેનું જીવન

13 વર્ષના સાગરનું છે 140 કિલો વજન, પરિવાર જીવે છે ખુબ જ ગરીબીમાં,સરકાર પાસે માંગી હતી મદદ

મેદસ્વીતા આજના સમયમાં ઘણા લોકોમાં જોવા મળતી હોય છે, મોટા લોકો સાથે સાથે બાળકો પણ મેદસ્વીતાનો ભોગ બનતા હોય છે, જેની પાછળનું મુખ્ય કારણ આજના સમયની ખાણીપીણી છે, આજે મોટાભાગના લોકો બહારની ખાણીપીણી ખાતા હોય છે જેના કારણે તે મેદસ્વીતાનો ભોગ બનતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામનો એક 13 વર્ષના બાળકનું વજન 140 કિલોગ્રામ છે.

આ બાળકનું નામ સાગર છે, જે ખુબ જ ગરીબ પરિવારનો છે. સાગર દિવસમાં 7 જેટલા બાજરાના મોટા મોટા રોટલા ખાઈ જાય છે, ત્યારે આર્થિક રીતે નબળો એવો સાગરના પરિવારે સરકાર પાસે પણ મદદ માટે વિનંતી કરી છે. સાગરને તેના આ વધારે વજનના કારણે હલન ચલન કરવામાં પણ મુશ્કેલીઓ પડે છે.

સાગરનો પરિવાર છેલ્લા 25 વર્ષથી ખીચા ગામની અંદર વસવાટ કરે છે. તેના પિતા કાળુભાઇના ઘરે જયારે સાગરનો જન્મ થયો ત્યારે પરિવારમાં ખુબ જ ખુશીઓ ફેલાઈ ગઈ હતી. પરંતુ નાનપણથી સાગરના વધુ પડતા ખોરાકના કારણે પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો. જેના કારણે સાગર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેનું વજન પણ વધતું ગયું અને 13 વર્ષની ઉંમરમાં જ તેનું વજન 140 કિલોએ પહોંચ્યું.

સાગરના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે અને તેનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. સાગરના વધતા વજનના કારણે તેને હલન ચલન કરવામાં પણ ખુબ જ મુસીબતનો સામનો કરવો પડે છે, ત્યારે તેના પરિવારે હવે સરકાર તરફ મદદ માટે મીટ માંડી છે. હાલ સાગરને બે ટાઈમ જ પરિવાર દ્વારા જમવાનું આપવામાં આવે છે.

Dharmik Duniya Team