હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે કરી લો આ ઉપાય, એટલું મળશે જેટલું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય

આ ધરતી ઉપર અજર અમ્ર દેવ એવા હનુમાન દાદા કષ્ટભંજન દેવ છે. તે ભક્તોના તમે કષ્ટોને દૂર કરે છે અને તેટલા માટે જ તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. જો હનુમાન દાદાની ભક્તિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે તો દાદા તેમની કૃપા ભક્તો ઉપર વરસાવતા હોય છે. આજે અમે તમને એવા દસ ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે દાદાને પ્રસન્ન કરી શકો છો.

1. આર્થિક સંકટથી મુક્તિ મેળવવા:
જો તમે પણ આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો તેના માટે મંગળવારના દિવસે કરવામાં આવતો આ ઉપાય ખુબ જ લાભદાયક છે. મંગળવારના દિવસે સવારે એક વડના વૃક્ષ નીચે જઈને તેનું પાન તોડી લેવું અને એ પાનને ગંગાજળથી સાફ કરીને હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરવું, આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે.

2. નોકરીમાં પ્રમોશન મેળવવા માટે:
ઘણા જ પ્રયત્નો કરવા છતાં પણ તમને નોકરીની અંદર પ્રમોશન નથી મળી રહ્યું તો મંગળવારના દિવસે પાનનું બીડું હનુમાનજી સમક્ષ અર્પણ કરો, આ કાર્ય 7 મંગળવાર સુધી કરો, તમને અચૂક સફળતા મળશે.

3. દુઃખો દૂર કરવા:
જો તમારું જીવન પણ દુઃખથી ભરેલું છે તો નિરાશ થયા વિના હસતા મુખે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીની પ્રતિમા ઉપર સિંદૂર લગાવીને પૂજા કરો. તમારા બધા જ દુઃખો દૂર થઇ જશે.

4. સંતાન પ્રાપ્તિ માટે:
સંતાન પ્રાપ્તિ માટે મંગળવારના દિવસે ઉપાવસ રાખી અને સાંજના સમયે બૂંદીના લાડુ વહેંચવા જેનાથી પણ સંતાન પ્રાપ્તિ થશે.

5. ધનની આવક વધારવા માટે:
જો તમે ધનની આવક વધારવા માંગતા હોય તો મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરી અને હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવવી, તેનાથી લાભ થશે.

6. દેવામાંથી મુક્તિ:
જો તમારા માથે પણ મોટો કરજ થઇ ગયો હોય અને તેનો ઉકેલ તમને ના મળી રહ્યો હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો.

7. ખરાબ સપના આવતા હોય તો:
જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય અને તેના કારણે તમે સારી રીતે સુઈ પણ ના શકતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ફટાકડી રાખવાથી લાભ થશે.

8. સુખી દામ્પત્ય જીવન:
મંગળવારે હનુમાનજીના મંદિરે સરસવના તેલનો દિપક પ્રજ્વલિત કરવો, અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આમ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ આવે છે અને સંબંધોમાં મીઠાસ બનેલી રહે છે.

9. મનગમતું જીવનસાથી મેળવવા:
જો તમારા લગ્ન ના થઇ રહ્યા હોય અને તમે મનગમતું જીવન સાથી મેળવવા માંગતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને 108 વાર ભગવાન શ્રી રામનું નામ લેવું, કારણ કે હનુમાનજી રામ ભક્ત હોવાના કારણે તે તમારી પ્રાર્થના જરૂર સાંભળશે.

10. ખરાબ શક્તિઓને ભગાડવા માટે:
જો તમારા ઘરે અને તમારી આસપાસ ખરાબ શક્તિઓનો પ્રભાવ રહેતો હોય તો ૐ હનુમંતેય નમઃ મંત્રનો જાપ કરવો આ ઉપરાંત સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમંત બલબીરાનો પાઠ કરવો.

Dharmik Duniya Team