Jyotish Shastra

7 એપ્રિલ રાશિફળ : આજના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, મળશે ધનધાન્ય અને સમૃદ્ધિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરશો તો પણ તેમના આશીર્વાદથી તમારું જીવન ખુશનુમા બનશે. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાનો પ્રયત્ન કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને ઉપર અસર પડી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ નજીકના સંબંધી અથવા તો કોઈ મિત્રની સાથે આજે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ આજના દિવસે પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમારા બોસ તરફથી આજે તમને કામની બાબતનો ઠપકો પણ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ બાબતને લઈને ઝઘડી શકે છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય માટે ચર્ચા કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. પ્રેમ સંબંધોમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે તેથી વિચારવું પડશે કે પૈસા ક્યાંથી આવશે. માનસિક તણાવ ચાલી રહ્યો છે બહાર નીકળવાની કોશિશ કરો. કોઈ સાથીની સલાહ ના લો. દાંમ્પત્ય જીવનમાં સમસ્યા વધી શકે છે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે કરેલી મહેનત તમને સફળતા અપાવશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે કંઈક નવા આઈડિયા કામને લઈને આવશે. આજના દિવસે આવકમાં વધારો થશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કામમાં આનંદ મળશે. જેનાથી તમને સફળતા મળશે. દાંમ્પત્ય જીવનમાં સફળતા મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રીય વ્યક્તિ સાથે વાતચીત થશે. આજના દિવસે માનસમ્માનમાં વધારો થશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કામમાં વધુ ધ્યાન આપશો અને પરિવારને ઓછો સમય આપશો. કામમાં ધ્યાન આપશો તેથી કોઈ કારણવગરની ચિંતાઓથી દૂર રહો. આજના દિવસે તમને કોઈ પરેશાની થઇ શકે છે. કાનૂન વિરોધી કોઈ કામ ના કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. પરિવારના લોકોનો સહયોગ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. લવ લાઈફ જીવતા લોકો માટે તનાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિને મનાવવાની કોશિશ કરો.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજે કોઈપણ જાતના રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની જરૂર છે. શેર બજારમાં ઈન્વેસ્ટ કરતા પહેલા કોઈ જાણકારની સલાહ લેવી ફાયદાકારક રહેશે. નોકરીમાં પણ તમારા કામને લઈને આજે બોસ તમારા ઉપર ગુસ્સે થઇ શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનર સાથે કોઈ મુશ્કેલી ઉપર ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ લાભકારક રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો જો આજે કોઈ દેવ સ્થાનની મુલાકાત લેશે તો તેમના માટે ફાયદાકારક રહેશે. આજે તમારા ઉપર ઈશ્વરની કૃપા બનેલી રહેશે, જેના કારણે ધંધામાં પણ પ્રગતિ જોવા મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકે છે.પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને કોઈ ભેટ આપી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીનો ઉકેલ મળી જશે. કાર્યસ્થળ ઉપર આજે તમે વ્યસ્તતામાં દિવસ પસાર કરશો, જેના કારણે આજે થાક પણ લાગી શકે છે. નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ રહેશે. પરણિત લોકો આજે સમયના મળવાને લઈને પાર્ટનરની ફરિયાદનો સામનો કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે, આજે તમારા ગુસ્સાના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે. કાર્યસ્થળ ઉપર આજે થોડી સાવધાની રાખવી. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરની સલાહ માનવી, જે જીવનમાં ઉપયોગી થશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક નજર આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ખુશીમાં વીતશે. આજ મારુ જીવનસાથી તમને ભરપૂર પ્રેમ આપવાનો અનુભવ કરાવશે. આજે કામનું પણ ભારણ ઓછું રહેશે જેના કારણે આજે મૂડ પણ સારો જોવા મળશે. આજે ઘરમાં કોઈ નવી વસ્તુ તમે લાવી શકો છો. પ્રેમી પંખીડાઓ આજે સાથે બેસીને સારો સમય પસાર કરશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોને આજના દિવસે કોઈ ખરાબ સમાચારનો સામનો કરવો પડી શકે છે. આજે તમે કોઈ મૂંઝવણ પણ અનુભવશો. આજે તમારી ચિંતાનું કારણ ઘરના કોઈ વડીલને જણાવો તે તેનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશે. આજે તમારી પત્ની તમારી દરેક પરિસ્થિતિમાં સાથ આપવા માટે તૈયાર ઉભેલી દેખાશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.