Jyotish Shastra

15 એપ્રિલ રાશિફળ: સાંઈબાબાના આશીર્વાદથી આ 5 રાશિઓને આજના ગુરુવારના દિવસે થવા જઈ રહ્યો છે મોટો લાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના અટકેલા કામની શરૂઆત કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. જેનાથી વિવાદ પણ થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં સારી પ્રગતિ જોવા મળશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે નહીં તો સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખવું. માનસિક તણાવને લઈને આજના દિવસે પરેશાન રહી શકો છો. પરંતુ બપોર બાદ ભાગ્ય તમારો હાથ પકડશે જેનાથી સવારે અટકેલા કામ પુરા થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેશો. આવકમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લઈને ઘરમાં વાતચીત કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. જેને લઈને કોઈ સારા સમાચાર મળવાના પણ સંકેત ઉભા થાય છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. આજની મુલાકાત યાદગાર પણ બની શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજના દિવસે પોતાના પ્રિયજનને ખુશી આપવાના પ્રયાસ કરશે. આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ નજીકના સંબંધી અથવા તો કોઈ મિત્રની સાથે આજે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ આજના દિવસે પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમારા બોસ તરફથી આજે તમને કામની બાબતનો ઠપકો પણ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ બાબતને લઈને ઝઘડી શકે છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય માટે ચર્ચા કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે કંઈક નવા આઈડિયા કામને લઈને આવશે. આજના દિવસે આવકમાં વધારો થશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કામમાં આનંદ મળશે. જેનાથી તમને સફળતા મળશે. દાંમ્પત્ય જીવનમાં સફળતા મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રીય વ્યક્તિ સાથે વાતચીત થશે. આજના દિવસે માનસમ્માનમાં વધારો થશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કામમાં વધુ ધ્યાન આપશો અને પરિવારને ઓછો સમય આપશો. કામમાં ધ્યાન આપશો તેથી કોઈ કારણવગરની ચિંતાઓથી દૂર રહો. આજના દિવસે તમને કોઈ પરેશાની થઇ શકે છે. કાનૂન વિરોધી કોઈ કામ ના કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. પરિવારના લોકોનો સહયોગ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. લવ લાઈફ જીવતા લોકો માટે તનાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિને મનાવવાની કોશિશ કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજના દિવસે તમારી અંદર એક નવી બેચેની મહેસુસ થશે. કોઈ વાતને લઈને ચિંતા થઇ શકે છે. સાસરિયા સાથે કોઈ વાત બગડી શકે છે. દાંમ્પત્ય જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથીને પ્રેમ કરશો. આજના દિવસે લવલાઈફ જીવતા લોકો માટે નવા મિત્રો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે કોઈના ઝઘડામાં બોલવાનું ટાળો. નોકરી કરતા લોકોને આજના દિવસે ઉતમ સફળતા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કોઈ ટેક્નિકથી સારું પરિણામ મળશે. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. આજના દિવસે લવ લાઈફ જીવતા લોકો માટે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે કંઈક એવી વાત કરશો જેનાથી તમને ભવિષ્યમાં વિચાર કરી શકશો. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા બોસ તમારી પાસે ઉમ્મીદથી વધુ કામ કરાવશે. આજના દિવસે તમારે મહેનત વધુ કરવી પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ધંધામાં સફળતા મળશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તેથી થોડું ધ્યાન રાખો. આજના દિવસે ચિંતાઓથી દૂર રહેવાની કોશિશ કરો. આજના દિવસે વિરોધીઓથી દૂર રહો નહીં તો તમારી ચિંતા વધી શકે છે આમ છતાં પણ તમે જીતી નહીં શકો. લવ લાઈફ જીવતા લોકો માટે રોમાન્સ ભર્યો દિવસ રહેશે. પરણિત લોકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. આજના દિવસે પરિવાર માટે કોઈ સારું કામ કરશો. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે. આજના દિવસે સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે. ભણતરમાં વિઘ્ન આવી શકે છે. પરણતી લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. જે લોકો કોઈને પ્રેમ કરે છે તો આજના દિવસે અલગ જ અંદાજથી વાત કહેશે જેનાથી પ્રિય વ્યક્તિ ખુશ રહેશે. કામને લઈને વધુ પ્રયાસ કરવાથી સફળતા મળશે. આજના દિવસે ધંધામાં સફળતા મળશે.