Jyotish Shastra

10 સપ્ટેમ્બર રાશિફળ : ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ 7 રાશિના જાતકોનું ગણપતિ બાપ્પા કરશે કલ્યાણ, જાણી લો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજે તેમની સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો કોઈ યોગ્ય રસ્તો મળી રહેશે. આજે તમને એવી તક મળી શકે છે જેના દ્વારા તમે તમારા જીવનમાં મહત્વનો બદલાવ લાવી શકો છો. આજે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારી તકને જતી ના કરવી. વેપાર ધંધામાં પણ આજે દિવસ સારો રહેશે. પરણિત લોકો કોઈ નવા આયોજનો કરી શકે છે. પ્રેમી પંખીડા તેમના સંબંધને આગળ વધારવા માટેનો નિર્ણય પણ લઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોએ આજે રોકાણ કરવા દરમિયાન ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. આજે તમને રોકાણમાં નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈને ઉછીના નાણાં પણ ના આપવા, નહીં તો સમય જતા તે પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કંઈક નવીનતા લાવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાની મુલાકાતને વધારે યાદગાર બનાવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. તમારા કામની બાબતમાં ધ્યાન આપવું જરૂરી રહેશે. કોઈ તમારી નબળાઇનો લાભ લઈ શકે છે. આજના દિવસે તમે લાંબી મુસાફરી કરી શકો છો અથવા વિદેશ જઈ શકો છો. કોઈ જૂના મિત્રને મળવા અને કેટલાક નવા લોકોની મિત્રતા કરવામાં હૃદયને ખુશ કરશે. આજે તમારા માટે કંઈક ખરીદવાની તૈયારી છે. પ્રેમના મામલામાં દિવસ નબળો રહેશે. વિવાહિત જીવન માટે દિવસ સામાન્ય રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક શિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી રહેશે. આજના દિવસે તમે ઘરની અંદર કોઈ ધાર્મિક કાર્યનું આયોજન કરી શકો છો. જેનાથી ઘર-પરિવારમાં પણ શાંતિનો અનુભવ થશે. આજે મનમાં કોઈ વાતને લઈને દુઃખ હોય તો પરિવારના સદસ્યો પાસે વ્યક્ત કરી શકો છો તમને તેનો યોગ્ય ઉકેલ આજે મળી શકે છે, પરણિત લોકોના જીવનમાં આજે કોઈ વાતની ખુશી જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ માધ્યમ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટ સામે લડવા માટે આજે તમને કોઈ સારો રસ્તો દેખાશે. નોકરી અને ધંધામાં પણ આજે તમારી આવક સામાન્ય રહેવાની છે. આજે કોઈ જુના મિત્ર દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કંઈક ખાસ કરવાનું આયોજન કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજના દિવસે સંતાન અને દાંમ્પત્ય જીવન અને ભાગ્યની વૃદ્ધિનો આનંદ લેશે. કામમાં સફળતા મળવાથી આજનો દિવસ સારો રહેશે. જો તમે ધંધો કરતા હોય તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ નવા લોકોને મળવાનો મોકો મળશે.  ભાગ્યની પ્રબળતા અને કાર્ય કુશળતામાં ઉન્નતિ થવાથી આજે પરફોર્મન્સમાં સુધારો જોવા મળશે. જેનાથી નોકરીમાં સારા પરિણામ મળશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજના દિવસે પોતાના કામ કરતા પોતાના પરિવારને વધારે ધ્યાન આપવું. આજે પોતાના પરિવારના સભ્યો માટે કોઈ ભેટ લઇ જઈને તેમને ખુશ કરી શકો છો. આજના દિવસે કોઈ પાર્ટીમાં શામેલ થઇ શકો છો. નાનો-મોટો ખર્ચ થશે પરંતુ આવકમાં વધારો થશે જેથી કોઈ ભાર નહીં રહે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘરમાં કોઈ સારા કામનું આયોજન થઇ શકે છે. પરિવારિક જીવન ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં રોમાન્સના સહારાથી આગળ વધશો. પરણિત લોકો આજે સાથે સમય વિતાવી શકશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે તમે થોડા અસમંજસમાં રહેશો. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. ઘરનો માહોલ ઠીકઠાક રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા ગંભીર રહેશે. મનમાં કોઈ વાતને લઈને ઉદાસ રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને પસંદ નહીં આવે. પરંતુ થોડી શાંતી રાખીને કામ લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ અન્ય વ્યક્તિને લઈને તણાવ થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવારની સ્થિતિ તમને સપોર્ટ કરશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે તમારી ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે વેપાર ધંધામાં કોઈ નવું પગલું ભરી શકો છો.  આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે એક બીજાના વ્યવહારથી સંતુષ્ટ નજર નહીં આવશે. આજના દિવસે તણાવ વધી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીના વિચારો બહુ જ કામ આવશે. પ્રેમીપંખીડા આજના દિવસે સંબંધને લઈને ઘણા પઝેસિવ રહેશે. આજના દિવસે પરિવાર સાથે લગ્નને લઈને વાતચીત થઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો એ આજના દિવસે કોઈ જોખમ વાળું કામ ના કરવું. આવકમાં ઉતાર-ચડાવ આવશે કારણકે આજના દિવસે અચાનક જ ખર્ચ આવી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. તમારી મહેનત સફળ રહેશે. ભાગ્ય પણ પ્રબળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી વચ્ચે આકર્ષણ વધશે અને એકબીજા સાથે પ્રેમભરી વાત કરવાનો મોકો મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાથી ભરેલો રહેશે. આજે કોઈ વાતને લઈને તમે મૂંઝવણ અનુભવશો. આજે તમારું કોઈ નજીકનું જ વ્યક્તિ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. તમારા માટે આજના દિવસે સારું રહેશે કે તમે તમારા કામમાં વધારે ધ્યાન આપો. પરણિત લોકોના જીવનમાં આજે થોડો ગૃહક્લેશ જોવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂડમાં નજર આવશે.