Food

આચાર્ય ચાણક્યથી જાણો, સ્વાસ્થ્ય માટે શું સારું છે શાકાહારી કે માંસાહારી

શરીરને સરળતાથી કામ કરવા માટે તેને પૂરતી એનર્જીની જરૂર હોય છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ ખોરાક છે, જે અંગે આચાર્ય ચાણક્ય તેમની નીતિમાં જણાવે છે કે કયા ખાદ્ય પદાર્થમાં કેટલી શક્તિ છે? જે શરીરને શક્તિ આપે છે, અને શું ખાવાથી શરીરને કેટલો ફાયદો થાય છે?આચાર્ય ચાણક્ય પોતાના શ્લોકમાં કહે છે કે-

अन्नाद्दशगुणं पिष्टं पिष्टाद्दशगुणं पय:। पयसोथऽष्टगुणं मांसं मांसाद्दशगुणं घृतम्।।

અર્થાત :આ શ્લોકનો અર્થ એ છે કેઆખા અનાજ કરતા દસ ગણું વધારે બળ લોટમાં છે. લોટ કરતા પણ વધુ શક્તિ દૂધમાં હોય છે. માંસમાં દૂધ કરતાં આઠ ગણો વધારે બળ હોય છે. અને માંસ કરતાં દસ ગણી વધુ શક્તિ ઘીમાં રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે આખા અનાજ કરતા દળેલા અનાજમાં દસ ગણી શક્તિ છે. તેથી લોટનો ખોરાકમાં ઉપયોગ મહત્તમ થવો જોઈએ. આ સાથે, દૂધમાં અનાજના લોટ કરતા દસ ગણી વધુ શક્તિ છે.

દરરોજ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માંસમાં દૂધ કરતાં દસ ગણી વધારે શક્તિ છે. જ્યારે માંસ ખાવા કરતા વધુ સારું દેશી ઘીનો ઉપયોગ છે. માંસ કરતા ઘીમાં દસ ગણી વધારે શક્તિ છે.ઘી વધારે પ્રોષ્ટિક અને આરોગ્યપ્રદ છે.

Leave a Reply